નીતિશ કેબિનેટનો નિર્ણય, માતા-પિતાની સેવા નહીં કરનાર જશે જેલમાં

News18 Gujarati
Updated: June 11, 2019, 7:50 PM IST
નીતિશ કેબિનેટનો નિર્ણય, માતા-પિતાની સેવા નહીં કરનાર જશે જેલમાં
નીતિશ કેબિનેટનો નિર્ણય, માતા-પિતાની સેવા નહીં કરનાર જશે જેલમાં

બિહાર કેબિનેટની 11 જૂને થયેલી બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા

  • Share this:
બિહાર કેબિનેટની 11 જૂને થયેલી બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે અને 17 એજન્ડાને મંજૂરી આપવામાં આવી છે. નીતિશ સરકારે દારુબંધી અને દહેજબંધી પછી સામાજિક કુરિવાજ દૂર કરવા માટે વધુ એક પ્રયત્ન કર્યો છે. મંગળવારે કેબિનેટ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે બાળકો માટે માતા-પિતાની સેવા કરવું ફરજિયાત છે. માતા-પિતાની ફરિયાદ ઉપર સેવા નહીં કરનાર બાળકોને જેલમાં પણ જવું પડશે. આ સાથે બિહાર કેબિનેટે CM વૃદ્ધા પેન્શન યોજનાને હવે રાઇટ ટૂ સર્વિસ એક્ટમાં સામેલ કરવાનો નિર્ણય પણ કર્યો છે.

શહીદોના આશ્રિતોને મળશે સરકારી નોકરી
કાશમીરના પુલવામાં અને કુપવાડાની આતંકી ઘટનાઓમાં શહીદ થયેલા બિહારના જવાનોના આશ્રિતોને સરકારી નોકરી મળશે. પુલવામાં હુમલામાં ભાગલપુરના રતન કુમાર ઠાકુર અને મસૌઢીના સંજય સિન્હા શહીદ થયા હતા. જ્યારે કુપવાડા હુમલામાં બેગૂસરાયના પિન્ટુ કુમાર સિંહ શહીદ થયા હતા.

આ પણ વાંચો - જેલમાં જઈશ પણ બંગાળને ગુજરાત બનવા દઈશ નહીં: મમતા બેનરજી

ભાગલપુરમાં ગંગા નદી પર વધુ એક પુલ
ભાગલપુરમાં ગંગા નદી પર વિક્રમશિલા સેતુના સમાંતર પુલ નિર્માણ કરવામાં આવશે. જેમાં 4 લેન હશે. આ સાથે સુપૌલમાં હાઇડ્રો પાવરનું એક્સટેંશન કરીને 130 મેગાવોટનું ઉત્પાદન કરવામાં આવશે.ઇનપુટ - સાકેત કુમાર
First published: June 11, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading