વિકાસ કાર્યોમાં વિઘ્ન ઉભુ કરે છે નેવી, મુંબઈમાં નહીં મળે એક ઈંચ જમીન: ગડકરી

મારી પાસે પૈસાની અછત નથી, પરંતુ કામ કામ કરનારા સારા નથી. લોકો સરકારી વિચારધારાથી ઉપર વિચારવા જ નથી માંગતા....

મારી પાસે પૈસાની અછત નથી, પરંતુ કામ કામ કરનારા સારા નથી. લોકો સરકારી વિચારધારાથી ઉપર વિચારવા જ નથી માંગતા....

 • Share this:
  કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુરૂવારે ભારતીય નેવી પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, નેવીએ વિકાસ કાર્યોમાં વિઘ્ન ઉભુ કરવાનું નક્કી કરી લીધુ છે. ભારતના પહેલા આંતરરાષ્ટ્રીય ક્રૂઝ ટર્મિનસના સમારોહમાં તેમણે કહ્યું કે, નેવીએ માલાબાર હિલમાં એક પ્લોટિંગ હોટલનો વિરોધ કર્યો, જ્યારે તેની પાસે તેનો વિરોધ કરવાનું કોઈ કારણ જ ન હતું.

  ગડકરીએ કહ્યું કે, નેવી અને ડિફેંસ સરકાર નથી. નેવીના લોકોનું કામ બોર્ડર પર છે, તે સાઉથ મુંબઈમાં કેમ રહેવા માંગે છે? નેવીના લોકો મકાન માટે ારી પાસે આવ્યા હતા, પરંતુ અમે એક ઈંચ જમીન ના આપી. આ નવા પ્રોજેક્ટમાં અહીં 10 હજાર સી પ્લેન આવી શકે છે, જેનાથી ટુરિજમનો વિકાસ થશે.

  ગડકરીએ કહ્યું કે, સિંગાપુરનું ક્રુજ ટર્મિનલ જોઈ મુંબઈમાં ટોપ ક્લાસનું ટર્મિનલ બનાવવાનો વિચાર આવ્યો. દર વર્ષે 80 ક્રૂઝ મુંબઈમાં આવે છે. કેન્દ્ર સરકારની આ પહેલથી દર વર્ષે 950 ક્રૂઝ મુંબઈમાં આવશે. આનાથી રોજગાર વધશે. હોટલ પ્રોજેક્ટની કિંમત 6500 કરોડ છે. આમાં 27 પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે.

  તેમણે કહ્યું કે, બહારની એક કંપનીએ સરકારને વાયદો કર્યો છે કે, 40 હજાર લોકોને આનાથી રોજગાર મળશે. પહેલા સરકારી અધિકારીઓ કામમાં વિઘ્ન નાખતા હતા, જેના કારમે બહારના જહાજ આવી શકતા ન હતા. તે બધાને હટાવી દેવાયા છે.

  કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, મારી પાસે પૈસાની અછત નથી, પરંતુ કામ કામ કરનારા સારા નથી. લોકો સરકારી વિચારધારાથી ઉપર વિચારવા જ નથી માંગતા.
  Published by:kiran mehta
  First published: