અહમદનગર: સ્ટેજ પર બેભાન થયા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, હવે તબિયત સુધારા પર

મહારાષ્ટ્રનાં અહમદનગરમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીની તબીયત ખરાબ થઇ ગઇ અને તેઓ સ્ટેજ પર જ બેભાન થઇ ગયા.

News18 Gujarati
Updated: December 7, 2018, 1:59 PM IST
અહમદનગર: સ્ટેજ પર બેભાન થયા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, હવે તબિયત સુધારા પર
મહારાષ્ટ્રનાં અહમદનગરમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીની તબીયત ખરાબ થઇ ગઇ અને તેઓ સ્ટેજ પર જ બેભાન થઇ ગયા.
News18 Gujarati
Updated: December 7, 2018, 1:59 PM IST
અહમદનગર: મહારાષ્ટ્રનાં અહમદનગરમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીની તબીયત ખરાબ થઇ ગઇ અને તેઓ સ્ટેજ પર જ બેભાન થઇ ગયા. આ દરમિયાન મહારાષ્ટ્રનાં રાજ્યપાલ વિદ્યાસાગર રાવ તેમની સાથે હાજર હતા. ગવર્નરે જ તેમને સ્ટેજ પર સંભાળ્યા હતા. હાલમાં તેમને હોસ્પિટલ લઇ જવાયા છે.

હવે તબિયત સુધારા પર
જોકે નિતિન ગડકરીની ઓફિસ તરફથી બાદમાં ટ્વિટ કરીને જાણકારી આપવામાં આવી છે કે હવે તેમની તબિયત સારી છે અને તે તેમનાં આગળનાં કાર્યક્રમમાં જઇ રહ્યાં છે.

આપને જણાવી દઇએ કે, આ ફહેલાં પણ ઘણી વખત નિતિન ગડકરીની તબીયત ખરાબ થઇ ચુકી છે. થોડા સમય પહેલાં જ એક રેલી બાદ તેમની તબીયત ખરાબ થઇ હતી. નિતિન ગડકરી કેન્દ્ર સરકારમાં રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી છે. તે ઉપરાંત તેમના પર ગંગાની સાફ સફાઇની પણ જવાબદારી છે.ઉલ્લેખનીય છે કે, નિતિન ગડકરીએ થોડા વર્ષ પહેલાં વજન ઘટાડવા માટે ઓપરેશન પણ કરાવ્યું હતું. નિતિન ગડકરી ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. હાલમાં તેઓ નાગપુરનાં સાંસદ પણ છે.
First published: December 7, 2018
વધુ વાંચો अगली ख़बर