ન્યૂઝ 18 ગુજરાતી : રક્ષામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે નવી દિલ્હી પહોંચવા માટે વિશેષ વિમાનની જગ્યાએ કોમર્શિયલ ફ્લાઇટથી દિલ્હી આવ્યાં હતાં. કારણ કે લોકસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાતની સાથે જ ચૂંટણી આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે. હકિકતમાં તેમને વિશેષ વિમાનથી ચેન્નઇથી દિલ્હી આવવાનું હતું. પરંતુ આ વચ્ચે લોકસભા ચૂંટણી માટેનાં કાર્યક્રમની જાહેરાત થઇ ગઇ અને ચૂંટણી આચાર સંહિતા લાગુ થઇ ગઇ.
આ અંગે ભાજપે નિવેદન રજૂ કરીને કહ્યું કે સીતારમણે અહીં એક કાર્યક્રમમાં ભાગ લીધો જે દરમ્યાન તેમણે સરકારી કાર અને અસ્કોર્ટ વાહનોનો પણ ઉપયોગ કર્યો નહીં. તેઓ બીજેપીનાં એક નેતાની કારમાં એરપોર્ટ પર પહોંચ્યાં. તેમણે તે પણ કહ્યું કે સીતારમણ એક ખાનગી કંપનીના વિમાનથી રાત્રે 8.40 વાગ્યે રાષ્ટ્રીય રાજધાની માટે રવાના થયા. એરપોર્ટના સૂત્રો એ કહ્યું કે તેમણે અધિકારીઓને કહ્યું કે તેઓ તેમને છોડવા ટર્મિનલ સુધી આવ્યા નહીં.
શું છે આચાર સંહિતા?
આદર્શ આચારસંહિતા રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારો માટે ચૂંટણી પંચે રજૂ કરાયેલા કેટલાંક નિર્દેશ હોય છે અને દરેક પાર્ટી અને ઉમેદવારોને આ નિયમોનું પાલન કરવાનું હોય છે. આ નિર્દેશોનું પાલન ન કરવામાં આવે તો ઉમેદવારો કે પાર્ટીઓ પર ચૂંટણી પંચની તરફથી કાર્યવાહી કરી શકાય છે. કોઇપણ ચૂંટણીની તારીખોની જાહેરાતની સાથે જ આ ક્ષેત્રમાં આચારસંહિતા લાગૂ થઇ જાય છે અને રાજકીય પાર્ટીઓ, સત્તાધારી પાર્ટી, ઉમેદવાર એક અધિકાર ક્ષેત્રમાં રહીને જ કામ કરી શકે છે. જો લોકસભા ચૂંટણીની વાત કરીએ તો આ આખા દેશમાં લાગૂ થાય છે.
કયારે થશે વોટિંગ
ચૂંટણીમાં સાત તબક્કામાં દેશભરની લોકસભા સીટો પર વોટિંગ કરી શકશે. પહેલા તબક્કાની વોટિંગ 11 એપ્રિલના રોજ થશે અને 19મી મેના રોજ છેલ્લાં તબક્કાનું વોટિંગ હશે. ત્યારબાદ 23મી મેના રોજ ચૂંટણી પરિણામોની જાહેરાત થશે. 16મી લોકસભાના કાર્યકાળ 3 જૂનના રોજ ખત્મ થઇ રહી છે અને આની પહેલાં જ 90 કરોડ લોકો મતાધિકારનો ઉપયોગ કરી નવી સરકારને પસંદ કરી લેશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર