Home /News /india /નિર્ભયા ગેંગરેપ કેસ: હત્યારાઓને જલ્દી ફાંસી આપવાની SCએ પાડી ના, જાણો શું બન્યું હતુ તે રાતે

નિર્ભયા ગેંગરેપ કેસ: હત્યારાઓને જલ્દી ફાંસી આપવાની SCએ પાડી ના, જાણો શું બન્યું હતુ તે રાતે

16 ડિસેમ્બર 2012નાં દિલ્હીમાં નિર્ભયા પર ચાલતી બસમાં ગેંગરેપ થયો હતો.

16 ડિસેમ્બર 2012નાં દિલ્હીમાં નિર્ભયા પર ચાલતી બસમાં ગેંગરેપ થયો હતો. જેમાં છ આરોપી હતા.

    સુપ્રીમ કોર્ટે નિર્ભયાનાં હત્યારાઓને બે સપ્તાહમાં ફાંસી આપવાની ના કહી દીધી છે પરંતુ તેઓ આની સુનાવણી માટે રાજી થઇ ગયા છે. આવો જાણીએ કે 16 ડિસેમ્બર 2012ના દિલ્હીમાં નિર્ભયાની સાથે ચાલતી બસમાં થયેલા ગેંગરેપ અને હત્યા મામલામાં અત્યાર સુધી શું થયું છે.

    16 ડિસેમ્બર 2012નાં દિલ્હીમાં નિર્ભયા પર ચાલતી બસમાં ગેંગરેપ થયો હતો. જેમાં છ આરોપી હતા. ગેંગરેપ પછી નિર્ભયા 13 દિવસો સુધી હોસ્પિટલમાં જીવન અને મોત વચ્ચે ઝઝૂમી હતી. આખરે સિંગાપુરની એક હોસ્પિટલમાં તેનું મૃત્યું નીપજ્યું હતુ.

    મુખ્ય આરોપી રામ સિંહે તિહાડ જેલમાં આત્મહત્યા કરી લીધી હતી. વિશેષ રીતે કોર્ટે 12 સપ્ટેમ્બર 2013નાં રોજ ચાર દોશીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. જ્યારે એક આરોપીને સ્કૂલી પ્રમાણપત્રનાં આધેરે સગીર માનતા ત્રણ વર્ષ કિશોર સુધાર ગૃહમાં રહેવાની સજા આપવામાં આવી. હવે તે મુક્ત થઇ ગયો છે.

    નોંધનીય છે કે 23 વર્ષની પેરામેડિકલની વિદ્યાર્થીની પોતાના એક મિત્રની સાથે ફિલ્મ જોઇને મુનીરકાથી દ્વારકા જઇ રહી હતી. આ દરમિયાન ચાલુ બસમાં તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. દક્ષિણ દિલ્હીમાં બનેલી આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલી વિદ્યાર્થિની અને તેના મિત્રને રસ્તા પર ફેંકી દેવામાં આવ્યાં. ભારતમાં સારવાર અપાયા બાદ વિદ્યાર્થિનીને સિંગાપુરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહીં તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનાને કારણે દેશભરમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયાં હતાં.

    આ પણ વાંચો: EXCLUSIVE: નિર્ભયાની મા ને આજે પણ છે એ વાતનું દર્દ...

    દેશને હચમચાવી દેનાર આ કેસ અંગે આખા દેશમાં પ્રદર્શન થયુ હતું. દોષીઓને સખતમાં સખત સજા આપવાની માંગ થઇ હતી.

    ટાઇમ લાઇન: જાણો ક્યારે શું થયું

    16 ડિસેમ્બર 2012નાં દિલ્હીમાં 'નિર્ભયા'ની સાથે ગેંગરેપ થયો
    18 ડિસેમ્બર 2012નાં રોજ આ મામલાની ગૂંજ સંસદમાં સંભળાઇ
    29 ડિસેમ્બર 2012નાં સિંગાપુરમાં નિર્ભયાની મોત થઇ.
    11 માર્ચ 2013નાં રોજ આરોપી બસ ચાલક રામ સિંહે તિહાડ જેલમાં આત્મહત્યા કરી લીધી
    13 સપ્ટેમ્બર 2013નાં રોજ નીચેની કોર્ટે ચારેવ આરોપીને ફાંસીની સજા સંભળાવી. જે પછી કેસ હાઇકોર્ટને રેફર કરી દેવામાં આવ્યો હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Nirbhaya gangrape, Supreme Court, દિલ્હી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन