Home /News /india /સ્વિસ બેંકે નીરવ મોદીનાં 4 ખાતા સીઝ કર્યા, 283 કરોડ રુપિયા જમા હતા

સ્વિસ બેંકે નીરવ મોદીનાં 4 ખાતા સીઝ કર્યા, 283 કરોડ રુપિયા જમા હતા

નીરવ મોદી (ફાઈલ ફોટો)

નીરવ અને પૂર્વીનાં આ ખાતાઓમાં આશરે 283.16 કરોડ રૂપિયા જમા હતા.

    પંજાબ નેશનલ બેંક (પીએનબી) કૌભાંડનાં મુખ્ય આરપી અને ભાગેડુ નીરવ મોદી પર એજન્સીઓએ મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીઓએ આ મામલામાં નીરવ મોદી અને તેમની બહેન પૂર્વી મોદીનાં ચાર બેંક ખાતાઓ સ્વિટ્ઝરલેન્ડમાં સીઝ કરી દીધા છે.

    નીરવ અને પૂર્વીનાં આ ખાતાઓમાં આશરે 283.16 કરોડ રૂપિયા જમા હતા. જણાવીએ કે નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંકે આશરે 13 હજાર કરોડ રૂપિયાનો ચુનો લગાવવાનો આરોપ છે.

    આ પણ વાંચો : ભારત આગળ એન્ટિગુઆ ઝૂક્યું, મેહુલ ચોકસીની નાગરિકતા રદ કરશે

    આ મામલામાં સ્વિસ બેંકે એક રીલીઝ પણ જાહેર કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતની માંગને ધ્યાનમાં રાખીને નીરવ અને પૂર્વી મોદીનાં ચાર ખાતા સીઝ કરવામાં આવ્યાં છે.

    આ મામલામાં બીજી મોટી સફળતા મળી છે. આ પહેલા બુધવારે જ એક વાત સામે આવી હતી કે આ કૌભાંડનાં અન્યા બીજા આરોપી મેહૂલ ચોક્સીનો પણ ભારત પાછા આવવાનો રસ્તો સાફ થઇ ગયો છે. એન્ટિગુઆનાં વડાપ્રધાને નિવેદન આપ્યું હતું કે, 'અમે મેહુલ ચોક્સીની નાગરિકતા રદ કરી રહ્યાં છીએ. હવે તેમની પાસે કોઇ કાનુની રસ્તો નથી બચતો,'
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Nirav Modi, PNB

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन