કેરળમાં નિપાહ વાયરસના કારણે આજે સવારે વધુ એક મોત થતાં મૃતકોનો આંકડો 11 પર પહોંચ્યો છે. જેમાં 61 વર્ષના વી મૂસાનું મૃત્યું થયું છે. નોંધનીય છે કે તેઓ થોડા દિવસોથી તેમની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી.
કેરળમાં 15 લોકો આ વાયરસથી બીમાર છે જેમની સારવાર ચાલી રહી છે. સરકારે કેરળ ઉપરાંત અન્ય પાંચ રાજ્યોમાં પણ નિપાહ અંગે સાવધાની રાખવા માટે એડવાઇઝરી અને એલર્ટ જારી કરી છે. જેમાં જમ્મુ-કાશ્મીર, ગોવા, ગુજરાત અને તેલંગાના સામેલ છે. હિમાચલમાં પણ આવો જ એક મામલો નાહનની પંચાયત બર્માપાપડીમાં સામે આવ્યો છે.
હિમાચલ પ્રદેશમાં ફેલાયો ડર
બર્માપાપડી સીનિયર સેકેન્ડરી શાળાના પ્રાંગણમાં એક વૃક્ષ પર વર્ષોથી ચામાચીડિયા રહેતા હતાં પરંતુ બુધવારે અચાનક જ ઘણાં બધા ચામાચીડિયા મરેલા દેખાયા. આ જોતા જ સ્થાનિક લોકોમાં ભય ફેલાઇ ગયો. જેના પગલે તંત્ર દોડતું થયું અને આગળની તપાસ હાથ ધરી છે. મૃત ચામાચીડિયાને તપાસ માટે મોકલી દેવામાં આવ્યાં છે. તેમના પોસ્ટમોર્ટમ પછી જ તેમના મરવાનું કારણ અને નિપાહ વાયરસ છે કે નહીં તે સામે આવશે.
અચાનક જ થયેલી ચામાચીડિયાની મોત અંગે વન વિભાગ ડીસી લલિત જૈન જણાવે છે કે ચામાચીડિયાની મોત પછી આ વિસ્તારમાં નિપાહ વાયરસ ફેલાઇ નથી શકતો કારણ કે તેમના મર્યા પછી કોઇ પણ ઇન્ફેક્શન ફેલવાની સંભાવના જોવામાં આવી નથી. લોકોને ડરવાની કોઇ જરૂરિયાત નથી. બની શકે છે કે ગરમીના કારણે ચામાચીડિયાની મોત થઇ છે. જો કે આ મામલે ચામાચીડિયાના સેમ્પલ તપાસ માટે મોકલી દેવામાં આવ્યાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર