કોલકતા: બાળકીના ગળામાંથી નીકળી 9 સોય, તંત્રવિદ્યાની આશંકા

ડોક્ટરો પ્રમાણે દર્દીના ગળાની માંસપેશીમાં સોય ફસાયેલી હતી.

 • Share this:
  મોટાભાગના બાળકો ઇન્જેક્શન કે સોયથી ડરતા હોય છે. ક્યારેક તેમને ઇન્જેક્શન આપવાની વાત આવે તો પણ તેમને કેટલા સમજાવવા પડતા હોય છે. કોલકતાના નદિયા જિલ્લાની કૃષ્ણાનગરમાં એક છોકરીના ગળામાં એક, બે નહીં પરંતુ 9 સોય ભોંકવામાં આવી હોય તેવો મામલો સામે આવતા ચકચાર મચી ગઇ છે.

  હોસ્પિટલના ઇએનટી (કાન,નાક અને ગળા) વિભાગના પ્રો. ડો મનોજ મુખર્જીના નેતૃત્વમાં 7 ડોક્ટરોની ટીમે આ ક્રિટિકલ સર્જરી કરી છે. ડોક્ટરો પ્રમાણે દર્દીના ગળાની માંસપેશીમાં સોય ફસાયેલી હતી. બાળકીના ગળામાંથી દોઢ ઇંચની એક સોય અને બે ઇંચની 8 સોય કાઢવામાં આવી છે.

  ડોક્ટરોનું અનુમાન છે કે જે રીતે ગળામાં સોય ભોંકવામાં આવી છે તેને જોતા લાગે છે કે આ તંત્ર-મંત્રના હેતુથી કરાયેલ હોય તેવું લાગે છે. સર્જરી પછી બાળકીની હાલત સ્થિર જણાવવામાં આવી રહી છે.

  આ મામલે મળતી માહિતી પ્રમાણે બાળકીની ઓળખ અપરૂપા વિશ્વાસ તરીકે કરવામાં આવી છે. તે કૃષ્ણાનગર અક્ષય વિદ્યાપીઠમાં 8માં ધોરણમાં ભણે છે. તેના પિતાએ જણાવ્યું કે થોડા દિવસો પહેલા તેણે ગળામાં દુખાવાની વાત કરી હતી. એક દિવસ તે અચાનક ખાવાનું ખાતા ખાતા બેભાન થઇ ગઇ હતી. જે પછી તેને સારવાર માટે બાળકોની હોસ્પિટલમાં લઇ જવામાં આવી. ડોક્ટરોએ તપાસ કરતાં જણાવ્યું કે તેના ગળામાં સોય ભસાઇ છે.

  બાળકીના પિતા અધીર વિશ્વાસને આ અંગે કોઇ જાણકારી નથી કે તેમની દીકરીના ગળામાં કેમ અને કઇ રીતે સોય જતી રહી હતી. હાલ ડોક્ટરોએ સર્જરીમાંથી કાઢેલી સોય ઇંટાલીના પોલિસ સ્ટેશનમાં સોંપી દીધી છે. પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.
  Published by:Kaushal Pancholi
  First published: