Home /News /india /

નિફ્ટી 10720ની નીચે બંધ, સેન્સેક્સમાં 16 પૉઇન્ટનો વધારો

નિફ્ટી 10720ની નીચે બંધ, સેન્સેક્સમાં 16 પૉઇન્ટનો વધારો

નિફ્ટી 10720ની નીચે બંધ, સેન્સેક્સમાં 16 પૉઇન્ટનો વધારો.

    શેરબજારમાં આજે અફરાતફરી વચ્ચે સુસ્ત કામકાજ રહ્યાં હતાં. સેન્સેક્સ શરૂઆતમાં ઊંચામાં 35,328.91 ખૂલ્યા બાદ વેચવાલી આવતાં નીચામાં 35072.42 સ્પર્શ્યા બાદ છેલ્લે 16.06ના વધારા સાથે 35176.42ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ઊંચામાં 10,783.85 ખૂલ્યા બાદ નફારૂપી વેચવાલી આવતાં નીચામાં 10689.80 સુધી પહોંચ્યા બાદ છેલ્લે 21.30 પૉઇન્ટના ઘટાડે 10718.05ના સ્તરે બંધ રહ્યો હતો.

    આજે સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈનો મિડકેપ ઇન્ડેક્સ 1.17 ટકાના ઘટાડે 16813.60ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના મિડકેપ 100 ઇન્ડેક્સ 1.49 ટકાના ઘટાડા સાથે 19987.75ના સ્તરે બંધ રહ્યો હતો. બીએસઈના સ્મોલકેપ ઇન્ડેક્સ 1.15 ટકાના ઘટાડા સાથે 18189.56ના સ્તરે બંધ રહ્યો હતો. બેન્ક નિફ્ટી 0.14 ટકાના વધારા સાથે 25568.90ના સ્તરે બંધ રહ્યો હતો.

    આજે મેટલ, પીએસયુ બેન્ક, રિયલ્ટી, આઇટી, ઓટો, ફાર્મા, ઇન્ફ્રાના શેરોમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી ઇન્ડેક્સમાં 3.43 ટકાના ઘટાડા સાથે 3645.35ના સ્તરે બંધ રહ્યો હતો. પીએસયુ બેન્ક ઇન્ડેક્સમાં 2.49 ટકાના ઘટાડાએ 2792.25ના સ્તરે બંધ રહ્યો હતો. રિયલ્ટી ઇન્ડેકસમાં 2 ટકાના ઘટાડા સાથે 315.80ના સ્તરે બંધ રહ્યો હતો. આઇટી ઇન્ડેક્સમાં 1.66 ટકાના ઘટાડા સાથે 13754.30ના સ્તરે બંધ રહ્યો હતો.

    આઈસીઆઈસીઆઈ બેન્ક વેદાંતા, એચસીએલ ટેક, એચયુએલ હિંદાલ્કો, ટાટા સ્ટીલના શેરોના ભાવમાં 2.48-4.98 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્ક કોટક મહિન્દ્રા બેન્ક, આઈટીસી, એશિયન પેઇન્ટ્સના શેરોના ભાવમાં 1.30-4.04 ટકા સુધીનો વધારો નોંધાયો હતો..

    સ્મોલકેપ શેરોમાં રેપકો હોમ્સ, પીસી જ્વેલર્સ, ન્યુટ્રાપ્લસ ઈન્ડિયા, સેન્ચ્યુરીના શેરોના ભાવમાં 9.01-23.1 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે પાયનિયર ડિસ્ટિ. સચિન્દ્ર ઈન્ફ્રા, ટ્રાન્સફોર્મર્સ, ઓરિયેન્ટલ વિનિ. ધાનુશ્રી પેટ્રોના શેરોના ભાવમાં 9.99-11.31 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

    મિડકેપ શેરોમાં વક્રાંગી, અદાણી એન્ટરપ્રાઈઝીસ, સેઇલ, જિંદાલ સ્ટીલ, મેરિકોના શેરોના ભાવમાં 4.95-6.5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે કન્સાઈ નેરોલેક, કેસ્ટ્રોલ, અમરરાજા, ગોદરેજ ઈન્ડસ્ટ્રી, પીએન્ડજીના શેરોના ભાવમાં 2.04-3.24 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

    છેલ્લે, બીએસઈનો 30 શેરોવાળો ઈન્ડેક્સ સેન્સેક્સ 16.06 પૉઇન્ટ અથવા 0.05 ટકાના વધારા સાથે 35176.42ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે એનએસઈનો 50 શેરોવાળો ઈન્ડેક્સ નિફ્ટી 21.30 પૉઇન્ટ અથવા 0.20 ટકાના ઘટાડા 10718.05ના સ્તરે બંધ રહ્યો હતો.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: #Sensexup, Business, Nifty down, Sharemarket

    આગામી સમાચાર