Home /News /india /સેન્સેક્સમાં 92 પૉઇન્ટનો ઉછાળો, નિફ્ટી 10400ની ઉપર બંધ

સેન્સેક્સમાં 92 પૉઇન્ટનો ઉછાળો, નિફ્ટી 10400ની ઉપર બંધ

નિફ્ટી 10400ની ઉપર બંધ, સેન્સેક્સ 33900ની પાસે.

    શેરબજારમાં સતત ચોથા સત્રમાં તેજી જોવા મળી હતી. દબાણ પર દબાણ આવ્યા છતાં નિફ્ટી 10400ની ઉપર ટકવામાં સફર રહ્યો હતો. નિફ્ટી ઊંચામાં 10424.85 સુધી પહોંચ્યો હતો, જ્યારે સેન્સેક્સ ઊંચામાં 33950 સુધી પહોંચ્યો હતો. છેલ્લે, નિફ્ટી 10400ની ઉપર બંધ, જ્યારે સેન્સેક્સ 33900ની પાસે બંધ થયા હતા.

    સ્મોલકેપ-મિડકેપ શેરોમાં આજે સુસ્તી જોવા મળી હતી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.2 ટકા જેટલો વધીને બંધ રહ્યો છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં પણ 0.2 ટકાનો વધારો નોંધાયો હતો. બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સ ફ્લેટ રહીને બંધ રહ્યો હતો.

    આજે આઈટી, બેન્કિંગ, મેટલ, ફાર્મા, રિયલ્ટી, કેપિટલ ગુડ્ઝ, પાવર શેરોમાં ખરીદી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી 0.53 ટકાના વધારા સાથે 25226.80ના સ્તરે બંધ રહ્યો હતો, જોકે આજે ઑટો અને ફાર્મા શેરોમાં દબાણ જોવા મળ્યું હતું.

    આજે આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક, હિન્ડાલ્કો, ટાટા સ્ટીલ, એલએન્ડટી, અદાણી પોર્ટ્સ, કોલ ઈન્ડિયા, ટેક મહિન્દ્રાના શેરોના ભાવમાં 1.66-5.43 ટકા સુધીના વધારો નોંધાયો હતો, જ્યારે બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, હીરો મોટોકૉર્પ, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, ટાટા મોટર્સ, એમએન્ડએમ, એચડીએફસીના શેરોના ભાવમાં 0.92-2.70 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

    મિડકેપ શેરોમાં અદાણી પાવર, રેમકો સિમેન્ટ, ઓબરૉય રિયલ્ટી, નાલ્કો, બ્લુ ડાર્ટના શેરોના ભાવમાં 2.69-5.60 ટકા સુધીનો વધારો નોંધાયો હતો, જ્યારે રિલાયન્સ કૉમ્યુનિકેશન્સ, ફેડરલ બેન્ક,વક્રાંગી, બેયર કૉર્પસાઈન્સ, કંસાઈ નેરોલેકના શેરોના ભાવમાં 1.7-5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

    સ્મોલકેપ શેરોમાં સુદર્શન કેમિકલ્સ, રેમકો સિસ્ટમ્સ, દ્વારિકેશ શુગર, એક્સિકેડ્સ એન્જિ., સેન્ટ-ગોબિનના શેરોના ભાવમાં 8.7-18.3 ટકા સુધીનો વધારો નોંધાયો હતો, જ્યારે એમએસઆર ઈન્ડિયા, એમબીએલ ઇન્ડિયા, આઈએલએન્ડએફએસ એન્જિનિયર્સ, તાનલા સોલ્યુશન્સ, નેલ્કોના શેરોના ભાવમાં 5-12.9 ટકા સુધીના ઘટાડો થયો હતો.

    છેલ્લે, બીએસઈના 30 શેરોવાળા ઇન્ડેક્સ સેન્સેક્સ 91.71 પૉઇન્ટ અથવા 0.27 ટકાના વધારા સાથે 33880.25ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે એનએસઈના 50 શેરોવાળા ઇન્ડેક્સ નિફ્ટી 22.90 પૉઇન્ટ અથવા 0.22 ટકાના વધારા સાથે 10402.25ના સ્તરે બંધ રહ્યો હતો.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: #Sensexup, Business, Nifty up, Sharemarket

    विज्ञापन
    विज्ञापन