Home /News /india /

શૅરબજારમાં તેજી, નિફ્ટી 11130 પાસે તો સેન્સેક્સ 36300ની નજીક

શૅરબજારમાં તેજી, નિફ્ટી 11130 પાસે તો સેન્સેક્સ 36300ની નજીક

સેન્સેક્સમાં 287 પૉઇન્ટનો ઉછાળો, નિફ્ટી 10200ની ઉપર.

    આજે ફેબ્રુઆરી ફ્યુચર્સ શ્રેણીની મજબૂત શરૂઆત જોવા મળી હતી. સેન્સેક્સ ડબલ સેન્ચ્યુરી મારી નવા શિખરે બંધ રહ્યો છે. એવી રીતે નિફ્ટી પણ નવા શિખરે બંધ રહ્યો હતો. નિફ્ટી પ્રથમવાર 11,130 પર બંધ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ 36,300ની નજીક બંધ રહ્યો હતો. આજના ટ્રેડિંગમાં નિફ્ટી 11,171.55ની સપાટીને સ્પર્શી ગયો હતો, જ્યારે સેન્સેક્સ 36,444ની સપાટીએ સ્પર્શી ગયો હતો. અંતે, સેન્સેક્સ અને નિફ્ટીમાં વધ્યા મથાળેથી 0.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો

    જોકે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈનો મિડકેપ ઇન્ડેક્સ 0.75 ટકા ઘટીને 17,710ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી મિડકેપનો 100 ઇન્ડેક્સ 0.9 ટકાની નબળાઈ સાથે 21,273ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સ 1.1 ટકા ઘટીને 19,129ની સપાટીએ રહ્યો હતો.

    આજે ઓટો, આઇટી, મીડિયા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના શેરોમાં ખરીદી જોવા મળી હતી. બેન્ક નિફ્ટીમાં 0.2 ટકાના વધારા સાથે 27,498ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટીના પીએસયુ બેન્ક ઇન્ડેક્સમાં 1.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટીનો ઓટો ઇન્ડેક્સમાં 1.5 ટકા, આઇટી ઇન્ડેક્સમાં 1 ટકા અને મીડિયા ઇન્ડેક્સમાં 0.7 ટકાનો વધારો થયો છે. જોકે પીએસયુ બેન્કો સિવાય એફએમસીજી, ફાર્મા, રિયલ્ટી, પાવર અને ઓઇલ એન્ડ ગેસના શેરોમાં વેચવાલી જોવા મળી હતી.

    બીએસઇનો 30 શેરવાળો ઇન્ડેક્સ સેન્સેક્સ 232.81 પૉઇન્ટ અથવા 0.65 ટકાના વધારા સાથે 36,283.25ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે એનએસઇનો 50 શેરવાળો ઇન્ડેક્સ નિફ્ટી 60.75 પૉઈન્ટ અથવા 0.55 ટકાના વધારા સાથે 11130.40ના સ્તારે બંધ રહ્યો હતો

    આજના કામકાજમાં મારુતિ સુઝુકી, આઇશર મોટર્સ, એચડીએફસી, ભારતી ઇન્ફ્રાટેલ, યુપીએલ, ટીસીએસ, હીરો મોટો અને કોટક મહિન્દ્રા બેન્કના શેરોનો ભાવમાં 3.9થી 2.1 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. જોકે ડો. રેડ્ડીઝ, લુપિન, ગેઇલ, ભારતી એરટેલ, એચપીસીએલ, આઈટીસી, ભેલ અને યસ બેન્કના શેરો ભાવમાં 6-1.6 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો

    મિડકેપ શેરોઃ જિંદાલ સ્ટીલ, કેનરા બેન્ક, ઇન્ડિયન હોટેલ્સ, આદિત્ય બિરલા ફેશન અને અમર રાજા બેટરીઓના શેરોના ભાવમાં 5-3.9 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જોકે એમ્ફેસિસ, અશોક લેલેન્ડ, પેટ્રોનેટ એલએનજી અને ટીવીએસ મોટરના શેરોના ભાવમાં 7.6-2.1 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

    સ્માલકેપ શેરોઃ આરએસ સૉફ્ટવેર, સ્કિપર, જયપ્રકાશ એસોસિએટ્સ, પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝ અને આઇએફસીઆઇના શેરોના ભાવમાં 10.7-7.2 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જોકે સુવેઇન લાઇફ, નીતિન સ્પિનર્સ, એવાયએમ સિન્ટેક્સ અને હોન્ડા સીએલના શેરોના ભાવમાં 11.6-7.6 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: BSE, Business, NSE, Share marcket, નિફ્ટી, સેન્સેક્સ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन