Home /News /india /નિફ્ટી 10500ની પાસે, સેન્સેક્સમાં 144 પૉઇન્ટનો ઘટાડો

નિફ્ટી 10500ની પાસે, સેન્સેક્સમાં 144 પૉઇન્ટનો ઘટાડો

નિફ્ટીમાં 106.35 પૉઇન્ટ અને સેન્સેક્સમાં 306 પૉઇન્ટનો ઘટાડો.

    શેરબજારમાં આજે સારી શરૂઆત બાદ ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી 10590.5 સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી નીચામાં 10456.65 સુધી ગગડ્યો હતો, જ્યારે સેન્સેક્સ નીચામાં 34029 સુધી ગગડ્યો હતો. છેલ્લે, સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

    બજારમાં આજે એફએમસીજી, ઓયલ-ગેસ, ફાર્મા, પાવરના શેરોમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટીના ફાર્મા ઈન્ડેક્સમાં 1 ટકા, પીએસયુ બેન્ક ઈન્ડેક્સમાં 4.8 ટકા તથા એફએમસીજી ઈન્ડેક્સમાં 0.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બેન્ક નિફ્ટી 1.4 ટકાના ઘટાડે 25341ના સ્તર પર બંધ રહ્યો હતો.

    બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.2 ટકા સુધી વધીને 16881.5ના સ્તર પર બંધ રહ્યો હતો. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 17015 સુધી પહોંચવામાં સફળ હતો. નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સ 20152ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સ 20331 સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો. બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સ 0.15 ટકાના મામૂલી વધારાની સાથે 18493ના સ્તરે બંધ રહ્યો હતો. બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સ 18672.4 સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો.

    બીએસઈના 30 શેરોવાળો ઈન્ડેક્સ સેન્સેક્સ 144.52 પૉઇન્ટ અથવા 0.42 ટકાના ઘટાડાની સાથે 34155.95ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે એનએસઈના 50 શેરોવાળો ઈન્ડેક્સ નિફ્ટી 38.85 પૉઇન્ટ અથવા 0.37 ટકાના ઘટી સાથે 10500.90ના સ્તરે બંધ રહ્યો હતો.

    આજે એક્સિસ બેન્ક, એસબીઆઈ, યસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઓએનજીસી, ટીસીએસ ઈન્ફ્રાટેલ, એચપીસીએલ અને સન ફાર્માના શેરોના ભાવમાં 2.26-4.79 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, પણ અદાણી પોર્ટ્સ, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા, રિલાયન્સ, કોલ ઈન્ડિયા અને ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સના શેરોના ભાવમાં 1.45-3.07 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

    સ્મોલકેપ શેરોમાં ઓરિએન્ટલ બેન્ક, અલ્હાબાદ બેન્ક, ગુડક્રિક ગ્રુપ, કનોરિયા કેમિકલ્સ, જેકે ટાયર એન્ડ ઈન્ડસ્ટ્રીઝના શેરોના ભાવમાં 7.68-9.13 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે એચસીએલ ઈન્ફો, કોહિનૂર ફૂડ્ઝ, નિટકો, નાલ્કો અને સોનાટાના શેરોના ભાવમાં 9.69-18.54 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

    મિડકેપ શેરોમાં યુનિયન બેન્ક, આઈડીબીઆઈ બેન્ક, બેન્ક ઑફ ઈન્ડિયા, કેનેરા બેન્ક, 3એમ ઈન્ડિયાના શેરોના ભાવમાં 4.22-8.11 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે અશોક લેલેન્ડ, રિલાયન્સ કૉમ્યુનિકેન્સ, અપોલો હોસ્પિટલ, જિલેટ ઈન્ડિયા અને ગ્લેક્સોસ્મિથના શેરોના ભાવમાં 2.44-7.93 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: BSE, Business, NSE, Sharemarket, નિફ્ટી, સેન્સેક્સ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन