ટેરર ફંડિગ મામલે NIA દ્વારા ચાર્જશીટ દાખલ, હાફિઝ સઇદ મુખ્ય આરોપી

News18 Gujarati
Updated: January 18, 2018, 7:15 PM IST
ટેરર ફંડિગ મામલે NIA દ્વારા ચાર્જશીટ દાખલ, હાફિઝ સઇદ મુખ્ય આરોપી
આતંકવાદી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનના ચીફ સૈયદ સલાહૂદ્દીન, લશ્કર-એ-તૌયબાના હાફિઝ સઇદને ચાર્જશીટમાં મુખ્ય આરોપી બનાવ્યો

આતંકવાદી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનના ચીફ સૈયદ સલાહૂદ્દીન, લશ્કર-એ-તૌયબાના હાફિઝ સઇદને ચાર્જશીટમાં મુખ્ય આરોપી બનાવ્યો

  • Share this:
નવી દિલ્હી: ટેરર ફંડિગ મામલે NIAએ સાત કાશ્મીરી અલગાવવાદી નેતા, એક બિઝનેસમેન સહિત કુલ 10 લોકો વિરૂદ્ધ પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં આતંકવાદી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનના ચીફ સૈયદ સલાહૂદ્દીન, લશ્કર-એ-તૌયબાના હાફિઝ સઇદને ચાર્જશીટમાં મુખ્ય આરોપી બનાવ્યો છે.

ગિલાનીનાં જમાઇની પણ ધરપકડ
આ સિવાય આ ચાર્જશીટમાં અલ્તાફ અહેમદ શાહ કે જે ગિલાનીનો જમાઇ છે તે ઉપરાંત અયાઝ અહેમદ, પીર સૈફ્ફુલા, શાહે-ઉલ-ઇસ્લામ, મહેરાજુદ્દીન કલવલ, નઇમ ખાન, ફારુક અહેમદ ડાર ઉર્ફ બિટ્ટા કરાટે, જહૂર અહેમદ વડાલીના નામ સામેલ છે. આ તમામ આરોપીઓની ગયા વર્ષે 24 જુલાઇના રોજ NIAએ કાશ્મીરમાંથી ધરપકડ કરી હતી.

અલગાવવાદી નેતાઓ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ
હુર્રિયતના સભ્યો સહિત એવા અલગાવવાદી નેતાઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે જેમની હિઝબુલ મુજાહુદ્દીન, દુખ્તરાન-એ-મિલ્લત, લશ્કર-એ-તૌયબા અને અન્ય આતંકવાદી સંગઠનો સાથે સાંઠગાંઠ હતી.

તેઓ હવાલા સહિત અન્ય ગેરકાયદેસર રસ્તાઓથી અલગાવવાદી અને આતંકવાદી ગતિવિધિઓ માટે ફંડ એકઠું કરતા હતા. ત્યારબાદ તેનો ઉપયોગ સુરક્ષાબળો પર પથ્થરમારો, સ્કૂલોમાં આગ લગાવવી તેમજ સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવા થતો હતો.NIAએ ટેરર ફંડિંગ કેસમાં અગાઉ દિલ્હી, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં અલગ અલગ ઠેકાણાંઓએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન શ્રીનગરથી 1.25 કરોડ રૂપિયા અને દિલ્હીથી 35 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા.
First published: January 18, 2018, 6:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading