NIAનો દાવો, આતંકી હફિઝ સઈદના પૈસાથી બનાવવામાં આવી હરિયાણાના પલવલમાં મસ્જિદ

NIAનો દાવો, આતંકી હફિઝ સઈદના પૈસાથી બનાવવામાં આવી હરિયાણાના પલવલમાં મસ્જિદ
આતંકી હફિઝ સઈદના પૈસાથી બનાવવામાં આવી હરિયાણાના પલવલમાં મસ્જિદ

એક NIA ઓફિસરે કહ્યું હતું કે સલમાન જે દુબઈમાં હતો, ત્યારે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા લોકો સાથે સંપર્કમાં આવ્યો હતો. તેને એફઆઈએફ પાસેથી પૈસા મળી રહ્યા છે

  • Share this:
    હરિયાણાના પલવલમાં બનેલી એક મસ્જિદ સુરક્ષા એન્જસીઓના તપાસ ઘેરામાં આવી ગઈ છે. ટેરર ફંડિંગ મામલાની તપાસ કરી રહેલી NIAએ દાવો કર્યો છે કે હરિયાણાના પલવલમાં બનેલી મસ્જિદ માટે આતંકી સંગઠન લશ્કર-એ-તૌયબાએ પૈસા આપ્યા હતા.

    પલવલના ઉત્તરા ગામમાં ખુલાફા-એ-રશીદીન મસ્જિદની તપાસ 3 ઓક્ટોબરે એનઆઈએ અધિકારીઓએ કરી હતી. એજન્સીએ આ પહેલા ટેરર ફંડિગ મામલામાં મસ્જિદના ઇમામ મોહમ્મદ સલમાન સહિત ત્રણ લોકોની નવી દિલ્હીથી ધરપકડ કરી હતી.



    ઉત્તરા ગામના નિવાસીઓએ જણાવ્યું છે કે મસ્જિદનું નિર્માણ વિવાદિત ભૂમિ પર થયું છે. સાથે તેમનું કહેવું છે કે તેમને સલમાનના લશ્કર-એ-તૈયબા સાથે લિંકની કોઈ જાણકારી નથી.

    એનઆઈએ મસ્જિદ સાથે જોડાયેલ લોકોની પુછપરછ કરી રહી છે અને ખાતાની તપાસ જારી છે. દાન અને દસ્તાવેજો પણ તપાસવા માટે જપ્ત કરવામાં આવ્યા છે. NIAએ 26 સપ્ટેમ્બરે સલમાન (52), મોહમ્મદ સલીમ અને સજ્જાદ અબ્દુલ વાનીને આતંકી હફિઝ સઇદના એનજીઓ ફલાહ-એ-ઇંસાનિયાયત ફાઉન્ડેશન (એફઆઈએફ) પાસેથી ફંડ પ્રાપ્ત કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

    એક NIA ઓફિસરે કહ્યું હતું કે સલમાન જે દુબઈમાં હતો, ત્યારે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા લોકો સાથે સંપર્કમાં આવ્યો હતો. તેને એફઆઈએફ પાસેથી પૈસા મળી રહ્યા છે. સંગઠને તેને મસ્જિદ બનાવવા માટે 70 લાખ રુપિયા આપ્યા હતા. આ સિવાય તેની પુત્રીઓના લગ્ન માટે પણ પૈસા આપ્યા હતા. અમે હવે તપાસ તરી રહ્યા છીએ કે મસ્જિદને દાન કેમ મળી રહ્યું છે અને આ પૈસાનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
    Published by:Ashish Goyal
    First published:October 15, 2018, 17:45 pm