News18 Rising India: સ્મૃતિ ઈરાની- પ્રસૂન જોશી કરશે મનોરંજન અને રાજનીતિ પર વાત

  • Share this:
    ન્યૂઝ 18 ઈન્ડિયાના ખાસ કાર્યક્રમ રાઈઝિંગ ઈન્ડિયાના પહેલા દિવસે સૂચના તેમજ પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની પણ પહોંચ્યા. તેમની સાથે ખાસ વાતચીતમાં શામેલ થયા સેંસર બોર્ડના અધ્યક્ષ અને જાણીતા ગીતકાર પ્રસૂન જોશી.

    દેશના સૌથી મોટા મીડિયા સમૂહ નેટવર્ક 18 ના 'રાઈઝિંગ ઈન્ડિયા સમિટ' ની શરૂઆત થઈ ચૂકી છે. 2 દિવસ સુધી ચાલવાવાળા આ આયોજનમાં દેશ અને દુનિયાની તમામ મોટી હસ્તીઓ ભાગ લેવા પહોંચી. 16-17 માર્ચે દિલ્હીનો તાજ ડિપ્લોમેટ એન્ક્લેવમાં થઈ રહેલા આ આયોજનમાં પહેલા દિવસે સૂચના તેમજ પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની પણ પહોંચ્યા. તેમની સાથે ખાસ વાતચીતમાં શામેલ થયા સેંસર બોર્ડના અધ્યક્ષ અને જાણીતા ગીતકાર પ્રસૂન જોશી. જેમાં તેઓ રાજનીતિથી લઈ મનોરંજન સુધીના તમામ વિષયો પર વાતચીત કરશે

    પ્રસૂન જોશી ફિલ્મ અને ટેલીવિઝન જગતનું જાણીતું નામ છે. વર્ષ 2007 માં તેમણે તારે જમીન પર ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળી ચૂક્યું છે. 2015 માં તેઓ પદ્મ શ્રી થી પણ નવાજી ચૂકેલા છે. આજે સાંજે 5:45 વાગ્યે રાઈઝિંગ ઈન્ડિયા સમિટમાં સ્મૃતિ ઈરાની સાથે લાઈવ વાતચીત કરશે

    રાઈઝિંગ ઈન્ડિયા સમિટના પહેલા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેશે. આ સમિટના માધ્યમથી રાજનીતિ, બિઝનેસ, પ્રશાસન, કલા અને શિક્ષા ક્ષેત્રના રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીટ દિગ્ગજોને અક છત નીચે લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે

    આ આયોજનમાં રક્ષામંત્રી નિર્મલા સીતારમણ, ગૃહમંત્રી રાજનાથ સિંહ, રેલમંત્રી પીયૂષ ગોયલ અને પરિવહન મંત્રી નિતિન ગડકરી પણ ઉપસ્થિત રહેશે. તે સાથે મનોરંજન જગતમાંથી કંગના રનૌત અને કાર્તિક આર્યન પણ ઉપસ્થિત રહેશે.
    Published by:Bansari Shah
    First published: