News18 Rising India : સમારોહમાં ઉપસ્થિત રહેશે આ દિગ્ગજ નેતા

 • Share this:
  દેશના સૌથી મોટા મીડિયા સમૂહ નેટવર્ક 18 ના 'રાઈઝિંગ ઈન્ડિયા સમિટ' ની શરૂઆત થઈ ચૂકી છે. 2 દિવસ સુધી ચાલવાવાળા આ આયોજનમાં દેશ અને દુનિયાની તમામ મોટી હસ્તીઓ ભાગ લેવા પહોંચી. આ સમિટના માધ્યમથી રાજનીતિ, બિઝનેસ, પ્રશાસન, કલા અને શિક્ષા ક્ષેત્રના રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીટ દિગ્ગજોને અક છત નીચે લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે

  નેટવર્ક 18 રાઈઝિંગ ઈન્ડિયા સમિટમાં કેન્દ્રિય કૃષિ મંત્રી રાધા મોહન સિંહ, કેન્દ્રિય રાજ્યમંત્રી રામપાલ યાદવ, અશ્વિની ચૌબે, બિહાર સરકારના કૃષિમંત્રી પ્રેમકુમાર, બિહારના પૂર્વ સીએમ જીતેન રામ માંઝી, પૂર્વ કેન્દ્રિય મંત્રી રાજીવ પ્રતાપ રૂઢી, કોંગ્રેસના નવનિર્વાચિત રાજ્યસભા સાંસદ અખિલેશ સિંહ અને કે સી ત્યાગી પણ ઉપસ્થિત રહેશે. તે સિવાય રાજદના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભાબા સાંસદ મનોજ ઝા અને બીજેપીના વરિષ્ઠ નેતા શાહનવાજ હુસૈન પણ ઉપસ્થિત રહેશે.

  બિહારના તમામ નેતાઓની સાથે બિહારના કેટલાક પ્રશાસનિક અધિકારી પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં એનએએચના ચેરમેન દીપક કુમાર, એનડીઆરએફની ડી.જી. કે કે શર્મા, એસએસબીના ડી.જી રજનીકાંત મિશ્રા , સીબીએના ડાયરેક્ટર નીરજ સિંહ, એડિશનલ ડાયરેક્ટર વિનીત વિનાયક, ભરત સરકારના આઈટી વિભાગના કમિશનર શૈલેંદ્ર કુમાર સિંહ, સંજય લાવાનિયા, આઈએએસ એન શ્રવણ કુમાર, નેશનલ સિક્યૂરિટી ગાર્ડના એડિશનલ ડાયરેક્ટર શાલિન, બિહાર સરકારના રેજિડેંસ કમિશ્નર વિપિન કુમાર, ઈન્કમ ટેક્સના ડાયરેક્ટર અભિષેક આનંદ, એનઆઈજી પ્રવાણ કુમાર સિંહ.

  પહેલા દિવસે નરેન્દ્ર મોદી વક્તા હશે. એ પ્રસંગે ન્યૂઝ 18 ના નવા લોકો પણ ઉદઘાટન પણ કરશે
  Published by:Bansari Shah
  First published: