
હાઇલાઇટ્સ
ન્યૂઝ 18 નેટવર્ક 25,26 ફેબ્રુઆરીનાં રોજ દિલ્હીમાં રાઈઝીંગ ઇન્ડિયા સમિટનું આયોજન કર્યું છે. આમાં ધર્મ, રાજનીતી, બિઝનેસ,ફિલ્મ અને સ્પોર્ટસ સાથે જોડાયેલી નામાંકિત હસ્તીઓ પોતાનાં વિચારો ખુલ્લા મુકશે. પહેલા દિવસે એટલે ગઇકાલે 25 ફેબ્રુઆરૂીનાં રોજ પીએમ નરેન્દ્ર મોદી મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યાં હતાં. આજે બીજા દિવસે બીજેપી અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી, કેન્દ્રીય રાજ્ય મંત્રી કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડ, અભિનેત્રી દિપીકા પાદુકોણ સહિત અનેક હસ્તીઓ સામેલ થશે.