હોર્સ ટ્રેડિંગના આરોપ પર અમિત શાહે કહ્યું - કૉંગ્રેસે તો આખો તબેલો ખરીદી લીધો

News18 Gujarati
Updated: November 28, 2019, 6:37 PM IST
હોર્સ ટ્રેડિંગના આરોપ પર અમિત શાહે કહ્યું - કૉંગ્રેસે તો આખો તબેલો ખરીદી લીધો
હોર્સ ટ્રેડિંગના આરોપ પર અમિત શાહે કહ્યું - કૉંગ્રેસે આખો તબેલો ખરીદી લીધો

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ન્યૂઝ 18ના ખાસ કાર્યક્રમ ‘એજન્ડા ઝારખંડ’માં હાજર રહ્યા

  • Share this:
રાંચી : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ન્યૂઝ 18ના ખાસ કાર્યક્રમ ‘એજન્ડા ઝારખંડ’માં હાજર રહ્યા હતા. જેમાં તેમણે ઘણા મુદ્દા પર ખુલીને વાતચીત કરી હતી. અમિત શાહે ઝારખંડ ચૂંટણી પર કહ્યું હતું કે જ્યાં સુધી કેન્દ્રમાં કૉંગ્રેસ હતી ત્યાં સુધી ઝારખંડનો વિકાસ થયો ન હતો. જ્યારે કેન્દ્રમાં અટલ જી ની સરકાર આવી તો વિકાસ થયો હતો.

અમિત શાહે કહ્યું હતું કે ઝારખંડમાં એકલા હાથે બીજેપી સરકાર બનાવશે. અમારી પાર્ટીનો રા્જ્યમાં ચહેરો રઘુવર દાસ જ રહેશે. 30 લાખ ઘરોમાં ગેસ, 40 લાખ ઘરોમાં શૌચાલય, આયુષ્યમાન યોજનાનો લાભ મળ્યો છે. આજસુ સાથે ગઠબંધનના સવાલ પર કહ્યું હતું કે તે ઝારખંડની ચૂંટણી પછી આજસુ ફરી બીજેપી સાથે આવશે. સત્તા મેળવવા માટે ઝારખંડમાં ગઠબંધન બન્યું છે. નરેન્દ્ર મોદી જી એ છ ગણા પૈસા ઝારખંડને આપ્યા છે.

આ પણ વાંચો - ગોડસેને 'દેશભક્ત' કહેવું પ્રજ્ઞા ઠાકુરને ભારે પડ્યું, રક્ષા મામલાની સંસદીય સમિતિમાંથી હકાલપટ્ટી

મહારાષ્ટ્રમાં બીજેપી પર લાગી રહેલા હોર્સ ટ્રેડિંગના આરોપ પર અમિત શાહે કહ્યું હતું કે કૉંગ્રેસે તો આખો તબેલો જ ખરીદી લીધો છે. અમે હોર્સ ટ્રેડિંગનો પ્રયત્ન કર્યો ન હતો. ચાચા-ભત્રીજાની લડાઇમાં અમારું નુકસાન થયું નથી.

શિવસેના સાથે આગળ કોઈ વાત બનશે તેવા સવાલ પર અમિત શાહે કહ્યું હતું કે હાલ કશું પણ કહેવું મુશ્કેલ છે. કેડર્સમાં તેનો લઈને ગુસ્સો છે. મહારાષ્ટ્રમાં મેન્ડેટ બીજેપીના પક્ષમાં હતો. મહારાષ્ટ્રમાં શિવસેનાના ઉમેદવારોને મોદી જી ના નામે પર વોટ મળ્યા છે.
First published: November 28, 2019
વધુ વાંચો
अगली ख़बर