Home /News /india /

Viral Video: ગટરમાંથી રડવાનો અવાજ આવતા જોયું તો મળ્યું નવજાત બાળક

Viral Video: ગટરમાંથી રડવાનો અવાજ આવતા જોયું તો મળ્યું નવજાત બાળક

ગીતાએ તરત જ બાળકના ગળામાંથી લપેટાયેલી નાળ અલગ કરી. બાળકને નવડાવ્યું અને ચેન્નઇના એગમોર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો.

ગીતાએ તરત જ બાળકના ગળામાંથી લપેટાયેલી નાળ અલગ કરી. બાળકને નવડાવ્યું અને ચેન્નઇના એગમોર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો.

    કાલે દેશભરમાં જ્યારે આઝાદીની ઉજવણી થઇ રહી હતી ત્યારે તમિલનાડુની રાજધાની ચેન્નઇની રહેવાસી ગીતાના ઘરની પાસેની ગટરમાંથી કંઇક અવાજ આવતો હતો. જે સાંભળીને તેને થયું કે કોઇ પ્રાણી ફસાયું છે એટલે જ્યાંથી અવાજ આવતો હતો ત્યાં હાથ નાંખીને તેણે તે બહાર કાઢ્યું. પરંતુ ગીતા અને તેના પાડોશીના આશ્ચર્યની વચ્ચે ગટરમાંથી નવું જન્મેલુ બાળક બહાર આવ્યું હતું. જેના ગળમાં નાળ (umbilical cord) પણ લપેટાયેલી હતી.

    ગીતાએ તરત જ બાળકના ગળામાંથી લપેટાયેલી નાળ અલગ કરી. બાળકને નવડાવ્યું અને ચેન્નઇના એગમોર હોસ્પિટલમાં લઇ ગઇ. બાળકને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. હોસ્પિટલના ડોક્ટરો પ્રમાણે બાળકની હાલતમાં સુધાર થયો છે. હવે તે બિલકુલ સામાન્ય છે.

    આ અંગે ગીતાએ કહ્યું, 'હું તેનું નામ સુતંતિરમ (સ્વતંત્ર) રાખું છું. કારણ કે તે મને સ્વતંત્રતા દિવસ પર મળ્યો છે. મને ખુશી છે કે તેને જીવવાની આઝાદી મળી ગઇ.'



    બાળકને ગટરમાંથી કાઢવો, નવડાવવો, હોસ્પિટલ લઇ જવાનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો. અને હવે તે વીડિયો વાયરલ થઇ રહ્યાં છે.

    ઘણાં લોકો જાણવા માંગે છે કે તે આ બાળકને કઇ રીતે દત્તક લઇ શકે. આ બાળકને મોતના મુખમાંથી બહાર લાવનાર ગીતાની પણ ઘણી પ્રસંશા થઇ રહી છે. સોશિયલ મીડિયામાં તેમનો ફેન ક્લબ પણ બનાવી દીધું છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Tamilnadu, ભારત, વાયરલ વીડિયો

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन