આતંકવાદ સામે દુનિયા સાથે, પુલવામા હુમલા માટે ન્યૂઝીલેન્ડની સંસદમાં નિંદા પ્રસ્તાવ પાસ

News18 Gujarati
Updated: February 20, 2019, 10:47 AM IST
આતંકવાદ સામે દુનિયા સાથે, પુલવામા હુમલા માટે ન્યૂઝીલેન્ડની સંસદમાં નિંદા પ્રસ્તાવ પાસ
હુમલા સમયની તસવીર

પુલવામા આતંકી હુમલા માટે દુનિયાભરનાં દેશ પાકિસ્તાનની આલોચના કરી રહ્યાં છે

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: જમ્મુ કાશ્મીરનાં પુલવામામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળનાં (સીઆરપીએફ) વાહન પર થયેલા આતંકી હુમલામાં 40 જવાન શહીદ થઇ ગયા હતાં. આ આતંકી હુમલા માટે દુનિયાભરનાં દેશ પાકિસ્તાનની આલોચના કરી રહ્યાં છે. આ અંગે ન્યૂઝીલેન્ડનાં સંસદમાં ગુરૂવારે પુલવામા આતંકી હુમલાની નિંદા કરી પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો. આ જાણકારી ન્યૂઝીલેન્ડનાં વિદેશ મંત્રી વિંસ્ટન પીટર્સે આપી હતી.

પુલવામા આતંકી હુમલા અંગે અમેરિકાએ પણ પાકિસ્તાનને કડક શબ્દો કહ્યાં હતાં. તેમના ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એતોનિયા ગુતોરેસે ભારત અને પાકિસ્તાનને અપીલ કરી છે કે પુલવામામાં જૌશ-એ-મોહમ્મદનાં હુમલામાં 40 જવાનોનાં શહીદ થયા પછી બંન્ને દેશો વચ્ચેનાં તણાવને ઓછો કરવા માટે તાત્કાલિક પગલા ઉઠાવવા જોઇએ.

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવનાં પ્રવક્તા સ્ટીફન દુરાજિકે મંગળવારે બંન્ને પક્ષોનાં મહત્તમ સંયમ રાખવા અને તણાવ ઓછો કરવા માટે તત્કાળ પગલા લેવાની જરૂરિયાત પર ભાર આપ્યો છે. આની સાથે જ તેમણે કહ્યું કે બંન્ને પક્ષ તૈયાર થાય તો મહાસચિવ મધ્યસ્તા માટે હંમેશા તૈયાર છે.

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનનાં સ્થાયી મિશને મહાસચિવની સાથે બેઠકનો અનુરોધ કર્યો છે. આ ઉપરાંત પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મેહમૂદ કુરૈશીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રને બંન્ને દેશો વચ્ચે તણાવ ઓછો કરવા માટે પગલા લેવા જોઇએ.

નોંધનીય છે કે પુલવામા આતંકી હુમલાનાં 5 દિવસ પછી અમેરિકાનાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ મામલામાં પાકિસ્તાનને કડક શબ્દો કહ્યાં અને ભારતનો સાથ આપ્યો. ડોનાલ્ડ ટ્રમ્પે પુલવામા હુમલાને ભયાનક ગણાવ્યો.
First published: February 20, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading