દુનિયાના રહેવાલાયક સ્થળોમાં દિલ્હી 118માં અને મુંબઈ 119માં નંબરે

News18 Gujarati
Updated: September 4, 2019, 7:41 PM IST
દુનિયાના રહેવાલાયક સ્થળોમાં દિલ્હી 118માં અને મુંબઈ 119માં નંબરે
પ્રતિકાત્મક ચિત્ર

140 દેશોની આ યાદીમાં ઓસ્ટ્રિયાનું વિયેના પ્રથમ નંબરે

  • Share this:
દુનિયાના રહેવા લાયક શહેરોના અધ્યયનમાં ભારતની રાજધાની દિલ્હી (Delhi) અને આર્થિક રાજધાની મુંબઈ (Mumbai)ગત વર્ષના મુકાબલે નીચે સરકી ગયા છે. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજેન્સ યૂનિટ(EIU)ના ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સ 2019 (Global Liveability Index 2019)માં આ વર્ષે દિલ્હી છ અંક ફસકી 118માં સ્થાને અને મુંબઈ બે અંકના ઘટાડા સાથે 119માં નંબરે પહોંચી ગયા છે. દિલ્હીમાં છેલ્લા એક વર્ષમાં અપરાધ અને વાયુ પ્રદુષણ વધ્યા છે. જે રાજધાનીના રેન્કમાં પાછળ જવાનું પ્રમુખ કારણ છે. જ્યારે મુંબઈને સંસ્કૃતિ અને પર્યાવરણના ક્ષેત્રમાં નબળું આંકવામાં આવ્યું હતું.

પાંચ માપદંડોના આધારે શહેરોની યાદી તૈયાર કરી
EIUની યાદી પાંચ પ્રમુખ માપદંડોના આધારે કરવામાં આવે છે. સ્થિરતા (Stability),સંસ્કૃતિ અને પર્યાવરણ (Culture and Environment) સૌથી મહત્વપૂર્ણ શ્રેણી છે. જ્યારે હેલ્થકેર(Healthcare), શિક્ષા (Education)અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Infrastructure) પણ પ્રમુખ શ્રેણીઓ છે. આ યાદીમાં બાંગ્લાદેશની રાજધાની ઢાકા સૌથી નીચેથી ત્રીજા સ્થાને એટલે કે 138માં અને પાકિસ્તાનનું કરાચી 136માં નંબરે છે.

આ પણ વાંચો - શું છે દેશના પ્રધાનમંત્રીની સુરક્ષા કરનાર સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રૂપ

કેનેડા અને ઓસ્ટ્રેલિયાના ટોપ-10માં 3-3 શહેર

140 દેશોની આ યાદીમાં ઓસ્ટ્રિયાનું વિયેના પ્રથમ નંબરે છે. રહેવા લાયક ટોચના 10 શહેરોમાં ઓસ્ટ્રેલિયા અને કેનેડાના 3-3 શહેર સામેલ છે. ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન બીજા, સિડની ત્રીજા અને એડિલેડ 10માં નંબરે છે. જ્યારે કેનેડાનું કેલગરી, વૈંકુવર અને ટોરેન્ટો પાંચમાં, છઠ્ઠા અને સાતમાં નંબરે છે. ટોપ-10 શહેરોમાં જાપાનનું ઓસાકા અને ટોક્યો સામેલ છે. શ્રીલંકામાં ઇસ્ટર પર થયેલા બોમ્બ બ્લાસ્ટના કારણે કોલંબો યાદીમાં પાછળ રહી ગયું છે.દુનિયામાં સૌથી ખરાબ રહેવા લાયક શહેરોમાં સિરિયાનું દમિશ્ક, નાઇજીરિયાનું લાગૌસ, લીબિયાનું ત્રિપોલી છે.
First published: September 4, 2019
વધુ વાંચો
अगली ख़बर