Home /News /india /

ખડગેએ CBI ચીફની ક્ષમતા પર ઉઠાવ્યા સવાલ, કેન્દ્રએ આપ્યો આવો જવાબ

ખડગેએ CBI ચીફની ક્ષમતા પર ઉઠાવ્યા સવાલ, કેન્દ્રએ આપ્યો આવો જવાબ

ખડગેએ CBI ચીફની ક્ષમતા પર ઉઠાવ્યા સવાલ, કેન્દ્રએ આપ્યો આવો જવાબ

સિલેક્શન કમિટીના સભ્ય અને કોંગ્રેસના સીનિયર નેતા મલ્લિકાર્જુન ખડગેએ તેમની નિમણુક પર આપત્તિ વ્યક્ત કરી

    મધ્ય પ્રદેશના આઈપીએસ ઓફિસર ઋષિ કુમાર શુક્લાને સીબીઆઈના નવા ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. સિલેક્શન કમિટીના સભ્ય અને કોંગ્રેસના સીનિયર નેતા મલ્લિકાર્જુન ખડગેએ તેમની નિમણુક પર આપત્તિ વ્યક્ત કરી છે. ખડગેનું કહેવું છે કે ઋષિ કુમાર શુક્લા પાસે એન્ટી કરપ્શન ઇન્વેસ્ટિગેશનનો પર્યાપ્ત અનુભવ નથી. ખડગેની આપત્તિ પર પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે આરોપ લગાવ્યો છે કે તે પોતાની પસંદના અધિકારીઓને શોર્ટલિસ્ટ કરવા માંગે છે.

    ખડગેએ સીબીઆઈના નવા ડાયરેક્ટરની નિમણુકને લઈને સુપ્રીમ કોર્ટના નિર્ણયનો હવાલો પણ આપ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું છે કે આ પદ પર કોઈપણ આઈપીએસની નિમણુક વરિષ્ઠતા (Seniority), સત્યનિષ્ઠા(Integrity) અને ભ્રષ્ટાચાર (Corruption)ના મામલાની તપાસના અનુભવના આધાર પર થશે. ઉલ્લેખનીય છે કે હાઇ પાવર કમેટીની આગેવાની પીએમ મોદી કરી રહ્યા હતા. જેમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈ અને નેતા વિપક્ષ મલ્લિકાર્જુન ખડગે સામેલ હતા.

    આ પણ વાંચો - જાણો કોણ છે, સીબીઆઈના નવા વડા ઋષિકુમાર શુક્લા

    સીબીઆઈના નવા ડાયરેક્ટર તરીકે આઈપીએસ ઓફિસર ઋષિ કુમારની નિમણુકના થોડો સમય પછી કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ડિસેંટ નોટ (અસહમતિ પત્ર) મોકલ્યો હતો. જેમાં તેમણે ઋષિ કુમારની નિમણુક પર સવાલ ઉઠાવ્યા હતા.ઉલ્લેખનીય છે કે આ પહેલા ખડગેએ આલોક વર્માને સીબીઆઈના ડાયરેક્ટર પદ પરથી હટાવવાનો વિરોધ પણ કર્યો હતો.

    આ પણ વાંચો - સીબીઆઈના નવા ડાયરેક્ટર તરીકે ઋષિકુમાર શુક્લાની નિમણૂક

    ખડગેની આપત્તિ પર કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે કોંગ્રેસ નેતા સીબીઆઈ ચીફની પસંદગીના માપદંડને પોતાના હિસાબે બદલવા માંગે છે. સિલેક્શન પેનલમાં સામેલ ખડગે પોતાની પસંદના અધિકારીઓેને શોર્ટલિસ્ટ કરવા માંગે છે. ખડગે જે પણ કહી રહ્યા છે તે તથ્યો પર આધારિત નથી. સીબીઆઈ ડાયરેક્ટરની પસંદગી માટે નિષ્પક્ષ માપદંડોનું પાલન કરવામાં આવ્યું છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Mallikarjun Kharge, કોંગ્રેસ, સીબીઆઇ

    આગામી સમાચાર