ભારતીય સૌનિકો માટે નવું સુરક્ષા કવચ, જાણો - આ બુલેટપ્રુફ જેકેટની ખાસીયત

kiran mehta | News18 Gujarati
Updated: December 23, 2017, 1:59 PM IST
ભારતીય સૌનિકો માટે નવું સુરક્ષા કવચ, જાણો - આ બુલેટપ્રુફ જેકેટની ખાસીયત
એકે 47ની ગોળી 730 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે નીકળે છે...

એકે 47ની ગોળી 730 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે નીકળે છે...

  • Share this:
સેના અને પેરા મિલેટ્રી ફોર્સના જવાનો પર વધતા જતા આતંકી અને નક્સલી હુમલાના કતરાને પહોંચી વળવા હવે 360 ડિગ્રી સુરક્ષિત બુલેટપ્રુફ જેકેટ તૈયાર થઈ રહી છે.

એટલે કે હવે આપણા સૈનિકોના આ સુરક્ષા કવચને દુશ્મનો ભેદી નહીં શકે. આને બનાવનાર કંપની સ્ટારવાયરના નિર્દેસક ડો. એસ.કે. ગોયલે ન્યૂઝ18ને આ મુદ્દે માહિતી આપી.આ જેકેટ એક વિશેષ સ્ટીલ અને મટેરિયલ દ્વારા બનાવવામાં આવી છે. આને આપણે ફેંટમ સ્ટીલ કહીએ છીએ. જેના સ્ટ્રેન્થ સામાન્ય સ્ટીલ કરતા પાંચ ઘણી વધારે હોય છે. આમાં ફાઈબર બેસ કંપોઝિટ મટિરિયલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.જેકેટને ઓછા વજનદાર બનાવવા માટે ટાઈટેનિયમ અને જિરકેનિયમ નામના મિશ્રણ ધાતુને પણ ફેંટમ સ્ટીલની અંદર ભેળવવામાં આવ્યું છે.ડો. ગોયલના જણાવ્યા અનુસાર, કેટલીકવાર જવાનોને સાઈડથી ગોળી વાગતી હોય છે. બુલેટપ્રુફ જેકેટ હોવા છતાં તે નથી બચી શકતા. એટલા માટે હવે પ્રંટ અને બેક સાઈડ સિવાય બંને સાઈડ અને ગળાના ભાગે પણ કવર આપવામાં આવ્યું છે.આ જેકેટ એકે 47, એસએલઆર 7.62 અને ઈંસાસની માર સહન કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે. જેકેટનું વજન 8.9 કિલો છે. ગોયલના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર હવે આ રીતના બુલેટપ્રુફ જેકેટ બનાવવાનો ઓર્ડર આપી રહી છે.

અફઘાનીસ્તાનમાં રહેલ પોતાના જવાનો માટે 24 હજાર જેકેટ અમેરિકાએ અહીંથી જ ખરીદ્યા હતા.અહીં થાય છે ટેસ્ટિંગ
આનું ટેસ્ટીંગ ગુજરાત સ્ટેટ ફોરેન્સીક લેબોરેટર  અમદાવાદ અને ટર્મિનલ બેલિસ્ટિક રિસર્ચ લેબોરેટરીમાં થાય છે. અહીં કેટલાએ કલાકો સુધી જેકેટને પાણીમાં ડુબાડી તેની 7મતા પારખવામાં આવે છે.આ રીતના જેકેટમાં મુકવામાં આવે છે બુલેટપ્રુફ પ્લેટ
એકે 47ની ગોળી 730 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે નીકળે છે. એસએલઆર 7.62ની ગોળી 840 મીટર પ્રતિ સેકન્ડની ગતીએ નીકળે છે. આને ધ્યાનમાં રાખી લેબોરેટરીમાં આની પર ફાયર કરી ટેસ્ટ કરવામાં આવે છે.
First published: December 23, 2017
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading