પાકિસ્તાનના ખૈબર પખ્તુનખવ્વા પ્રાંતના ઇતિહાસ પર એક નવા પુસ્તકમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે 1947માં કોંગ્રેસ નેતૃત્વએ મહાત્મા ગાંધી અને ક્ષેત્રના કેટલાક પ્રભાવશાળી નેતાઓના પ્રતિરોધ છતા સામરિક રુપથી મહત્વપૂર્ણ આ ક્ષેત્ર પર કઈ રીતે ભારતે દાવો છોડી દીધો હતો. આ પ્રાંતને પશ્ચિમોત્તર સીમાંત પ્રાંત (એનડબલ્યુએએફપી)ના નામથી ઓળખવામાં આવે છે.
‘ઇન્ડિયા લોસ્ટ ફ્રંટિયર ધ સ્ટોરી ઓફ નોર્થ વેસ્ટ ફ્રંટિયર પ્રોવિંસ ઓફ પાકિસ્તાન’ નામની આ બુક વરિષ્ઠ નોકરશાહ રાઘવેન્દ્ર સિંહે લખી છે. જે નેશનલ આર્કાઇવ ઓફ ઇન્ડિયાના મહાનિર્દેશક રહી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન સંરક્ષણ અને ડિજીટાઇજેશનનું મહત્વપૂર્ણ કાર્ય થયું હતું.
આવનાર સમયમાં ભોગવવા પડશે પરિણામ રાઘવેન્દ્ર સિંહે NWFP અને તેની સાથે લાગેલા અફઘાનિસ્તાનના વિસ્તારમાં એ માહિતી મેળવી છે કે જ્યારે શક્તિશાળી ચીન ભારતની સરહદ ઉપર દસ્તક દઈ રહ્યું છે. એ સ્વિકાર કરવો જરુરી છે કે ભારતને 1947માં પશ્ચિમોત્તર સીમાંત પ્રાતને ગુમાવવાના ગંભીર પરિણામોનો આવનાર સમયમાં સામનો કરવો પડશે. રુપા પ્રકાશન, નવી દિલ્હી દ્વારા પ્રકાશિત આ પુસ્તકમાં આ સીમાંતની ઘણી અજાણી કહાની જણાવી છે. જેમ કે 1947માં કેવી રીતે (ભારતીય રાષ્ટ્રીય)કોંગ્રેસ નેતૃત્વએ પશ્ચિમોત્તર સીમાંત પ્રાંત ગુમાવી દીધો હતો. જેનું ગઠન 1901માં કરવામાં આવ્યું હતું.
લેખકે કહ્યું છે કે પશ્ચિમોત્તર સીમાંત પ્રાંત હંમેશાથી સામરિક રુપથી મહત્વપૂર્ણ રહ્યો છે. ભારતના ભાગલા અને આઝાદીના વર્ષોમાં આ ક્ષેત્રએ બ્રિટીશ અને ભારતીય રાજનીતિક વ્યક્તિઓનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. આ મુસ્લિમ બહુસંખ્યક પ્રાંતે મુસ્લિમ લીગના નેતા મોહમ્મદ અલી જિન્નાહના દ્રિરાષ્ટ્રના સિદ્ધાંતને ફગાવી દીધો હતો અને આ પ્રાંતે 1946માં કોંગ્રેસ સરકાર બનાવી હતી.
ગાંધી સહિત આ લોકોએ કર્યો હતો વિરોધ લેખકે દાવો કર્યો છે કે ફક્ત મહાત્મા ગાંધી અને ખાન બંધુઓ, અબ્દુલ ગફાર ખાન અને તેમના મોટા ભાઈ ડો ખાન સાહેબે આ સીમાંત પ્રાંત ઉપર ભારતનો દાવો છોડવાનો વિરોધ કર્યો હતો. સિંહે લખ્યું છે કે મહાત્મા ગાંધીના એક નજીકના મિત્ર અને પ્રાંતના અહમ રાજનીતિક વ્યક્તિ ગફ્ફાર ખાને એક વખત કહ્યું હતું કે વિભાજનના મુદ્દે અને એનડબલ્યુએફપીમાં જનમત સંગ્રહ પર અમારી સાથે ચર્ચા કરવામાં આવી ન હતી. અમે (ભારતીય રાષ્ટ્રીય) એ જાણીને આઘાતમાં આવી ગયા કે કોંગ્રેસ આલાકમાને પહેલા જ આ મુદ્દા પર નિર્ણય લઈ ચૂક્યા હતા. પુસ્તકમાં સીમાંત ગાંધીના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે ત્રણ જૂન 1947ની વર્કિંગ કમિટીને બેઠક પછી મેં ગાંધીજીને કહ્યું હતું કે તમે અમને વરુઓ આગળ ફેંકી દીધા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર