નોટબંધી 2.0 : બેંકમાં જમા તમારા પૈસા થઇ શકે છે ગાયબ !

નોટબંધીને એક વર્ષ થયા બાદ હવે કેન્દ્ર સરકાર હવે તમારી ઉપર વધુ એક બોમ્બ ફોડી શકે છે. ફાઇનેન્સ રેજોલ્યૂશ એન્ડ ડિપોઝિટ ઇન્શ્યોરન્સ બિલ 2017 નામનું બિલ બેંકમાં મુકેલા આપનાં પૈસાને આપની પરવાનગી વગર ઝીરો કરી શકે છે.

નોટબંધીને એક વર્ષ થયા બાદ હવે કેન્દ્ર સરકાર હવે તમારી ઉપર વધુ એક બોમ્બ ફોડી શકે છે. ફાઇનેન્સ રેજોલ્યૂશ એન્ડ ડિપોઝિટ ઇન્શ્યોરન્સ બિલ 2017 નામનું બિલ બેંકમાં મુકેલા આપનાં પૈસાને આપની પરવાનગી વગર ઝીરો કરી શકે છે.

  • Share this:
નવી દિલ્હી: નોટબંધીને એક વર્ષ થયા બાદ હવે કેન્દ્ર સરકાર હવે તમારી ઉપર વધુ એક બોમ્બ ફોડી શકે છે. ફાઇનેન્સ રેજોલ્યૂશ એન્ડ ડિપોઝિટ ઇન્શ્યોરન્સ બિલ 2017 નામનું બિલ બેંકમાં મુકેલા આપનાં પૈસાને આપની પરવાનગી વગર ઝીરો કરી શકે છે.
શું છે કેન્દ્ર સરકારનું આ બિલ
જૂન 2017માં કેન્દ્ર સરકારને FRDI બિલને મંજૂરી આપી દીધી છે. સરકાર આ વખતનાં શિયાળુ સત્રમાં આ બિલને લાવવાની તૈયારી કરી રહી છે. બંને સદનમાં જરૂરી બહુમતી મળવાની સંપૂર્ણ સંભાવના છે. નાણા પ્રધાન અરૂણ જેટલીનું કહેવું છે કે, સરકાર નવાં કાયદા હેઠળ બેંક માટે બેલ-આઉટની જગ્યાએ બેલ-ઇન લાવી શખે છે. જેમાં ફેલ થઇ રહેલી બેંકો માટે નવાં નિયમ આવી શકેછે. આ હેઠળ ખોટ ખાઇ રહેલી બેંકો ગ્રાહક માટે ફિક્સ ડિપોઝિટને પોતાની મરજીથી વાપરી શકશે. બેંક આપનાં પૈસા આપવાથી પણ ઇન્કાર કરી શકે છે અથવા તો તમારું અકાઉન્ટ કેટલાંક વર્ષ માટે લોક કરી શકે છે. એટલે કે, જો બેંકને ખોટ જતી હોય તો તે આપની ફિક્સ ડિપોઝિટનાં પૈસા પાછા નહીં આપે અથવા તો તેની સમય મર્યાદા વધારી દેશે.

હાલમાં શું છે નિયમ
આપને જણાવી દઇએ કે, હાલમાં સરકારી બેંકમાં જમા તમારા પૈસા ક્રેડિટ ગેરન્ટી હેઠળ એક હદ સુધી સુરક્ષિત છે. જો બેંક સંપૂર્ણ દેવાદાર થઇ જાય તો પણ આપને એક લાખ રૂપિયા તો પાછા મળશે જ. જોકે રિઝ્વ બેંકની નીતિઓની માનીયે તો આવી પરિસ્થિતિ ક્યારેય નહીં આવે. ક્યારેય પણ કોઇ બેંક દેવાદાર નહીં થાય. કારણ કે એવું થશે તો તેને ટેકઓવર કરી લેશે.
આ નવા બિલ બાદ સ્થિતિ બદલાઇ શકે છે. જો આ બિલ લાગુ થશે તો બેંક ગ્રાહકોનાં પૈસાને તેમની ખોટ પૂર્ણ કરવા માટે ઉપયોગમાં લેશે. તે માટે તેને તમારી પરવાનગીની જરૂર નહીં પડે.
આ બિલનાં સમર્થકોનું કહેવું છે કે, 70 વર્ષનાં ઇતિહાસમાં સરકારે બેંક ડુબવા પર ડિપોઝઇટર્સનાં પૈસા ડુબવા નથી દીધા. બેંક ડિપોઝિટર્સ પર સોવેરન ગેરંટી હોય છે તેથી ડિપોઝિટર્સને આ પ્રસ્તાવ અંગે કોઇ ચિંતા ન કરવી જોઇએ. તો આ પ્રસ્તાવનાં વિરોધ બાદ સરકારે કહ્યું કે, તેઓ આ બિલની સમિક્ષા કરશે.
First published: