Home /News /india /

રાજસ્થાનઃ ચાલુ ટ્રેનમાંથી કૂદવા જતાં વિદેશી પર્યટકનું મોત

રાજસ્થાનઃ ચાલુ ટ્રેનમાંથી કૂદવા જતાં વિદેશી પર્યટકનું મોત

(પ્રતિકાત્મક તસવીર)

પોલીસના જણાવ્યા પ્રમાણે ટ્રેન ચાલુ થયા બાદ વિદેશી પર્યટકોને માલુમ પડ્યું હતું કે તે ખોટી ટ્રેનમાં ચડી ગયા છે.

જોધપુરઃ રાજસ્થાનના સવાઇ માધોપુર જિલ્લામાં ચાલુ ટ્રેનમાંથી નીચે કૂદવા જતાં એક ડચ નાગરિકનું મોત થયું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ટ્રેન ચાલુ થયા બાદ વિદેશી પર્યટકોને માલુમ પડ્યું હતું કે તે ખોટી ટ્રેનમાં ચડી ગયા છે.

નેધરલેન્ડના ઇરીક જોહાન્નેર અને તેનો બ્રિટિશ મિત્ર જન શતાબ્દી ટ્રેનમાં ચડી ગયા હતા. જોકે, ટ્રેન ચાલુ થયા બાદ બંનેને માલુમ પડ્યું હતું કે તેઓ ખોટી ટ્રેનમાં છે. આથી બંને ચાલુ ટ્રેનમાંથી જ કૂદી ગયા હતા.

ટ્રેનમાંથી કૂદ્યા બાદ ઈરીકના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જોકે, તેના બ્રિટિશ મિત્રને કોઈ ઈજા થઈ ન હતી. બંને મિત્રો સોમવારે સવાઇ માધોપુર આવ્યા હતા. બંનેએ આગ્રાની ટ્રેન પકડવાની હતી, પરંતુ બંને ભૂલથી દિલ્હીની ટ્રેનમાં બેસી ગયા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
First published:

Tags: Erik Johannes, Foreign tourist in india, Jan Shatabdi Express, Jump off railway, Netherland, Sawai Madhopur

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन