અયોધ્યા મામલે નેહરુએ શાસ્ત્રી અને પંતને લખ્યો હતો ખાસ પત્ર

News18 Gujarati
Updated: November 9, 2019, 10:04 AM IST
અયોધ્યા મામલે નેહરુએ શાસ્ત્રી અને પંતને લખ્યો હતો ખાસ પત્ર
યૂપીમાં હાલમાં બનેલી ઘટનાઓએ મને ખુબજ દુખી કરી દીધો છે. કે પછી એમ કહો કે હું જે લાંબા સમયથી અનુભવ કરી રહ્યો છું તે તેની ભળતી અસર છે.

યૂપીમાં હાલમાં બનેલી ઘટનાઓએ મને ખુબજ દુખી કરી દીધો છે. કે પછી એમ કહો કે હું જે લાંબા સમયથી અનુભવ કરી રહ્યો છું તે તેની ભળતી અસર છે.

  • Share this:
સંજય શ્રીવાસ્તવ

યૂપીમાં હાલમાં બનેલી ઘટનાઓએ મને ખુબજ દુખી કરી દીધો છે. કે પછી એમ કહો કે હું જે લાંબા સમયથી અનુભવ કરી રહ્યો છું તે તેની ભળતી અસર છે. લોકોની મોત અને હત્યાનાં ખબર ખુબજ દુખદાયી હોય છે. પણ તેનાંથી એટલો દુખી નથી થતો. જે વાત મારા મનને કોતરી ખાય છે તે છે માનવ મૂલ્યોનું સંપૂર્ણ પતન. અને હદ તો ત્યારે થાય છે જ્યારે આ તમામ હરકતોને વ્યાજબી ગણાવવામાં આવે છે.

હું લાંબા સમયથી આ અનુભવ કરી રહ્યો છું કે, સાંપ્રદાયિકતાની દ્રષ્ટિએ યૂપીનો માહોલ સંપૂર્ણ રીતે ખરાબ થઇ રહ્યો છે. પણ યૂપી મારા માટે એક અજાણી જમીન થઇ જઇ રહી છે. હું પોતાને તેમાં ફિટ નથી થતો નથી જોઇ રહ્યો. યૂપી કોંગ્રેસ કમીટી જેની સાથે હું 35 વર્ષ સુધી જોડાયેલો રહ્યો, હવે જે રીતે કામ કરી રહી છે તેને લઇને હું આશ્ચર્યમાં પડી ગયો છું. તેમનો અવાજ તે કોંગ્રેસનો અવાજ નથી જેને હું જાણું છું. પણ આ અવાજ એવો છે કે, જેનો હું મારા આજીવન વિરોધ કરતો આવ્યો છું. પુરષોત્તમ દાસ ટંડન, જેઓ મારા દિલથી નજીક છે. અને જેમનું હું સમ્માન કરુ છું તે સતત ભાષણ આપી રહર્યાં છે. તેમનાં ભાષણ મને કોંગ્રેસનાં પાયાનાં સિદ્ધાંતોની વિરોધી લાગે છે. વિશ્વંભર દયાલ ત્રિપાઠી જેવા બીજા કોંગ્રેસી મેમ્બર આ રીતે આપત્તિજનક ભાષણ આપે છે જેવા ભાષણ હિન્દુ મહાસભાનાં લોકો આપે છે.

આ પણ વાંચો-જાણો કોણ છે 5 જજ, જે દેશનાં સૌથી મોટા કેસનો ઐતિહાસિક ચુકાદો સંભળાવશે

ઉલ્લેખનીય છે કે, નેહરુનાં લાખ વિરોધ છતા પુરુષોત્તમ ટંડન કોંગ્રેસનાં અધ્યક્ષ તરીકે પસંદગી પામ્યા. તેમને સરદાર પટેલનું સમર્થન હતું. પટેલનાં નિધન બાદ નેહરુ ટંડનને પદ છોડવા પર કામયાબ રહ્યાં હતાં.

પત્રમાં નેહરુ આગળ લખે છે, 'અનુશાસનાત્મક કાર્યવાહી અંગે અમે મોટી મોટી વાતો કરીએ છીએ. પણ સાંપ્રદાયિકતા મામલે કોંગ્રેસની નીતિમાં જે પાયાની ગડબડ થઇ રહી છે. તેનો આપણે સતત સ્વીકાર કરી રહ્યાં છે.'

નેહરુનાં પત્રમાં લખ્યું કે, 'મારું મન કહે છે કે, જે લોકો કોંગ્રેસમાં કામ કરી રહ્યાં છે. તેમનું મન હજુ પણ ઘણું મજબૂત છે. અને અમે તેમને આપણે આપણી વાત સમજાવી શકીએ છીએ। પણ નેતૃત્વ કમજોર છે અને તે સતત ખોટી વાતો સાથે સમજૂતી કરી રહ્યું છે. આજ કારણ છે આપણાં કાર્યકર્તા ભટકી રહ્યાં છે. આપણી મોટી મોટી વાતોથી કોઇ દેશ આપણાં વિશે કંઇપણ વિચારી રહે, પણ હકિકત આજ છે કે, આપણે પછાત છીએ. જે સંસ્કૃતિ મામલે સૌથી વધુ પછાત છે. આ જ લોકો સંસ્કૃતિ અંગે સૌથી વધુ વાત કરી રહ્યાં છે. 'પંતે નેહરુનાં પત્રનાં જવાબમાં લખ્યું કે હું શર્મિંદા છું

22 એપ્રિલનાં પંતએ જવબી પત્રમાં લખ્યું કે, 'રાજ્યનાં કેટલાંક ભાગોમાં જે બળજબરી થઇ છે તે માટે હું શર્મિંદા છું. પરિસ્થિતિ મોટે ભાગે સામાન્ય થઇ રહી છે. પણ આ તથ્ય છે કે અમે પરિસ્થિતિને આ હદે બગડતા રોકી શક્યા નહીં. મને આ વાત પર ખુબજ ક્ષોભ છે.'

નેહરુએ સંયુક્ત પ્રાંતનાં તત્કાલીન ગૃહ મંત્રી લાલબહાદુર શાસ્ત્રીને પણ પત્ર લખીને ઘટના અંગે વાત કરી હતી

નેહરુનો શાસ્ત્રીને પત્ર,
9 જુલાઇ 1950નાં નેહરુજીએ સંયુક્ત પ્રાંતનાં ગૃહ મંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને પત્ર લખ્યો હતો.

અક્ષ બ્રહ્મચારી (ફૈઝાબાદ જિલ્લા કોંગ્રેસ કમિટીનાં અધ્યક્ષ) ગત દિવસે મને મળવા આવ્યા હતાં. તેમણે અયોધ્યામાં જે થયુ તે અંગે મારી સાથે વિસ્તારથી વાત કરી. તેમાંથી ઘણી વાતો મે પહેલી વખત સાંભળી હતી. અને ઘણી વાતો મારા માટે નવી હતી. આપને આ તમામ વાતો અવશ્ય પહેલેથી જ માલૂમ હશે. તેથી જ હું તે ફરીથી નથી જણાવી રહ્યો. જોકે, મે અક્ષયને કહ્યું હતું કે, આ મામલે તે આપની સાથે સંપર્કમાં રહે.જેમ આપ જાણો છો કે, અયોધ્યામાં બાબરી મસ્જિદ મામલો આપણાં માટે ખુબજ મહત્વપૂર્ણ મુદ્દો છે. આ એક એવો મુદ્દો છે જે આપણી સંપૂર્ણ નીતિ અને પ્રતિષ્ઠા પર ઉંડાણ પૂર્વક ખરાબ અશર નાખે છે. પણ આ ઉપરાંત મને એવું લાગે છે કે, આપ જામો છે કે, અયોધ્યામાં પરિસ્થિતિ વધુમાં વધુ વણસી રહી છે. આ વાતનો સંપૂર્ણ અંદેશ છે કે, આ પ્રકારની સમસ્યાઓ મથુરા અને અન્ય સ્થાનો પર પણ ફેલાઇ શકે છે. મને સૌથી વધુ તકલીફએ વાતથી છે કે, આપણું કોંગ્રેસ સંગઠન આ મામલે કોઇ જ રસ નથી લઇ રહ્યું. અને રાઘવદાસ અને વિશંભર દયાલ ત્રિપાઠી જેવાં ઘણાં કદાવર કોંગ્રેસી નેતા આ પ્રકારનાં પ્રોપોગંડા ચલાવી રહ્યાં છે. જેને આપણે ફક્ત સાંપ્રદાયિક કહી શકીયે છીએ। અને જે કોંગ્રેસની નીતિનાં વિરોધમાં છે.

આ પણ વાંચો-Ayodhya Verdict: અયોધ્યાના ચુકાદા પહેલા CJI રંજન ગોગોઇની સુરક્ષા વધારવામાં આવી

મુસલમાન માલિકની હોટલનો પણ નહેરુએ પત્રમાં કર્યો ઉલ્લેખ.
આ પત્રમાં તેઓ આગળ લખે છે કે, અક્ષે મને જણાવ્યું કે, અયોધ્યામાં કોઇ મુસલમાનની એક હોટલ છે, સ્ટાર હોટલ. આ હોટલને ધારા 144 અંતર્ગત ડિસેમ્બરમાં ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને બીજા દિવસે કોઇ હિન્દુએ આ હોટલ પર કબ્જો કરી લીધો. અને તેનાં ચાર દિવસ બાદ તેણે અહીં એક નવી હોટલ શરૂ કરી જેું નામ ગોમતી હોટલ રાખવામાં આવ્યું. આવું ચાલી રહ્યું છે. મને આજ સુધી આ વાત સમજાતી નથી કે, કયા કાયદા હેટળષ કઇ નીતિ હેઠળ, સમજદારીનાં કયાં માપદંડ હેઠળ આ કામ કરવામાં આવ્યું અને કોણે આની પરવાનગી આપી છે.
Published by: Margi Pandya
First published: November 9, 2019, 10:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading