''મોદી જ્યારે પેન્ટ પણ નહોતા પહેરતા ત્યારે નહેરુ- ઇંદિરાએ આર્મીને ઉભી કરી છે''

News18 Gujarati
Updated: April 15, 2019, 1:34 PM IST
''મોદી જ્યારે પેન્ટ પણ નહોતા પહેરતા ત્યારે નહેરુ- ઇંદિરાએ આર્મીને ઉભી કરી છે''
મધ્યપ્રદેશની 29 લોકસભા બેઠકો માટે ચાર તબક્કામાં મતદાન યોજાશે. જેની શરૂઆત 29 એપ્રિલથી થાય છે.

મધ્યપ્રદેશની 29 લોકસભા બેઠકો માટે ચાર તબક્કામાં મતદાન યોજાશે. જેની શરૂઆત 29 એપ્રિલથી થાય છે.

  • Share this:
ખંડવા: મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી કમલનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાંકતા કહ્યું કે, જ્યારે મોદી પેન્ટ પહેરાત પણ નહોતા શીખ્યા ત્યારે જવાહરલાલ નહેરુ અને ઇંદિરા ગાંધીએ આ દેશની આર્મીને ઉભી કરી છે અને દેશનાં સુરક્ષા બળને મજબૂત કર્યું છે.

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, દેશમાં જ્યારે ભાજપ સત્તા પર આવે છે ત્યારે સૌથી વધારે આંતકી હુમલાઓ થાય છે. કમલનાથ મધ્યપ્રદેશનાં ખંડવા જિલ્લામાં ચૂંટણી  સભા સંબોધતી વખતે આ વાત કહી હતી. મહત્વની વાત એ છે કે, થોડા દિવસો પહેલા એક વિશેષ મુલાકાતમાં મોદીએ કમલનાથને ભ્રષ્ટનાથ કહ્યા હતા.

કમલનાથે વધુમાં જણાવ્યું કે, મોદી દેશની સુરક્ષાની વાત કરે છે. શું પાંચ વર્ષ પહેલા દેશ સુરક્ષિત હાથોમાં નહોતો ? મોદી જ્યારે પેન્ટ પહેરતા પણ નહોતા શીખ્યા ત્યારે જવાહરલાલ નહેરુ અને ઇંદિરા ગાંધીએ આ દેશનાં સુરક્ષાબળને મજબૂત કર્યુ હતું અને મોદી કહે છે કે, દેશ તેમની વડપણ નીચે જ સુરક્ષિત છે.”

કમલનાથે એક સવાલ કરતા પુછ્યું કે, “કોની સરકારમાં સૌથી વધારે આતંકવાદી હુમલાઓ થયા ? દેશની સંસદ પર હુમલો થયો ત્યારે કેન્દ્રમાં કોની સરકાર હતી ? ભાજપની સરકાર તે વખતે કેન્દ્રમાં હતી. સૌથી વધારે આતંકી હુમલાઓ ભાજપનાં રાજમાં થયા છે.”

મુખ્યમંત્રી કમલનાથે વધુમાં એમ પણ જણાવ્યું કે, દેશમાં યુવાનોને નોકરીઓ આપવામાં પણ નિષ્ફળ ગયા છે. મોદીએ કરોડો યુવાનોને રોજગારી આપવાનું વચન આપ્યું હતુ પણ કેટલા યુવાનોને નોકરી મળી ? કોના દિવસો સારા આવ્યા ? મોદીએ કાળુ નાણુ પાછુ લાવવાનું વચન આપ્યું હતું. ક્યાં છે કાળુ નાણું ?

મધ્યપ્રદેશની 29 લોકસભા બેઠકો માટે ચાર તબક્કામાં મતદાન યોજાશે. જેની શરૂઆત 29 એપ્રિલથી થાય છે.
First published: April 15, 2019, 1:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading