Home /News /india /

બીજેપીના સંપર્કમાં સમાજવાદી પાર્ટીના ઘણા રાજ્યસભા સાંસદ

બીજેપીના સંપર્કમાં સમાજવાદી પાર્ટીના ઘણા રાજ્યસભા સાંસદ

બીજેપીના સંપર્કમાં સમાજવાદી પાર્ટીના ઘણા રાજ્યસભા સાંસદ

બીજેપીના સૂત્રોના મતે આ સાંસદો સતત બીજેપીના સંપર્કમાં છે

  સમાજવાદી પાર્ટીના બે-ત્રણ રાજ્યસભા સાંસદો બીજેપીમાં સામેલ થાય તેવી સંભાવના છે.બીજેપીના સૂત્રોના મતે આ સાંસદો સતત બીજેપીના સંપર્કમાં છે. તેમની સાથે ઘણા રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. જલ્દી આ સપા છોડીને બીજેપીમાં સામેલ થવાની જાહેરાત કરી શકે છે.

  ઉલ્લેખનીય છે કે નીરજ શેખર સપા છોડીને બીજેપીમાં સામેલ થયા પછી અન્ય સાંસદો પણ બીજેપી જોઈન કરે કેવી સંભાવના વધી ગઈ છે. અમરસિંહ પણ સમાજવાદી પાર્ટીથી રાજ્યસભાના સદસ્ય છે પણ તે સપાનો સાથ છોડી ચૂક્યા છે. તે ઘણી વખત પીએમ મોદી અને મુખ્યમંત્રીની પ્રશંસા પણ કરી ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બહુજન સમાજ પાર્ટી (બસપા)ના સાંસદો પણ બીજેપી સાથે સંપર્ક સાધવાની જાણકારીઓ મળી રહી છે.

  આ પણ વાંચો - કરોડોની સંપત્તિનો માલિક બન્યો વાંદરો, લગ્નમાં મળશે આલિશાન મહેલ

  સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરના પુત્ર નીરજ શેખરે રાજ્યસભાની સદસ્યતાથી રાજીનામું આપી દીધું છે. તે લોકસભા ચૂંટણીમાં પોતાના પરિવારની પરંપરાગત સીટ બાલિયાથી ટિકિટ માંગી રહ્યા હતા. જોકે સમાજવાદી પાર્ટીએ ટિકિટ આપી ન હતી. ત્યારથી નીરજ શેખર અખિલેશ યાદવ અને પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હતા.

  આ પહેલા ટીડીપીનાં 4 રાજ્યસભાના સાંસદ બીજેપીમાં સામેલ થયા હતા. તૃણમુલ કોંગ્રેસના ઘણા મોટા નેતા બીજેપીમાં સામેલ થયા છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Rajyasabha, ભાજપ, સમાજવાદી પાર્ટી, સાંસદ

  આગામી સમાચાર