નિફ્ટી 10425ની પાસે, સેન્સેક્સમાં 61 પૉઈન્ટનો ઘટાડો

News18 Gujarati
Updated: March 13, 2018, 4:44 PM IST
નિફ્ટી 10425ની પાસે, સેન્સેક્સમાં 61 પૉઈન્ટનો ઘટાડો
સેન્સેક્સમાં 61 પૉઇન્ટનો ઘટાડો.
News18 Gujarati
Updated: March 13, 2018, 4:44 PM IST
આજે શેરબજારમાં ઉપર-નીચેનો માહોલ રહ્યો હતો. શરૂઆતમાં શેરોના ભાવમાં ઘટાડા પછી બજારમાં સારી રિકવરી દેખાઈ હતી., પરંતુ છેલ્લી ઘડીને ફરીથી દબાણ આવ્યું હતું. નિફટી ઊંચામાં 10,478.6 સુધી પહોંચી હતો, જ્યારે સેન્સેક્સ ઊંચામાં 34,077.32 સુધી પહોંચ્યો હતો. છેલ્લે નિફ્ટી 10,425ની પાસે બંધ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ 34,000ની નીચે બંધ રહ્યો હતો.

સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં આજે સારી ખરીદી જોવા મળી હતી છે. બીએસઇનો મિડકેપ ઇન્ડેક્સ એક ટકા વધીને બંધ રહ્યો હતો. નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સમાં 0.8 ટકાનો વધારો નોંધાયો હતો. બીએસઇનો સ્મોલકેપ ઇન્ડેક્સ લગભગ 1.25 ટકા જેટલો વધ્યો હતો.

બીએસઇના 30 શેરોવાળા ઇન્ડેક્સ સેન્સેક્સ 61.16 પૉઇન્ટ અથવા 0.18 ટકા ઘટાડાની સાથે 33,856.78ની સપાટીએ બંધ રહ્યો હતો. એનએસઇના 50 શેરોવાળા ઇન્ડેક્સ નિફ્ટી 5.45 પૉઇન્ટ અથવા 0.05 ટકાના ઘટાડા સાથે 10,426.85ની સપાટી બંધ રહ્યો હતો.

રિયલ્ટી, ફાર્મા, મેટલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઇલ એન્ડ ગેસના શેરોમાં ખરીદી જોવા મળી હતી. બૅન્ક નિફ્ટી 0.3 ટકા વધીને 24,739ની સપાટી બંધ થયો હતો, જ્યારે નિફ્ટી પીએસયુ. બેંક ઇન્ડેક્સ 2.3 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો, જોકે આજે આઇટી, એફએમસીજી અને કેપિટલ ગુડ્સના શેરોમાં દબાણ જોવા મળ્યું હતું.

ભારતી ઇન્ફ્રાટેલ, ભારતી એરટેલ, ડો રેડ્ડીઝ બીપીસીએલ, એચપીસીએલ, એક્સિસ બેંક, ગેઇલ, સન ફાર્મા, વિપ્રોના શેરોના ભાવમાં 4.5-1.6 ટકાનો વધારો નોંધાયો હતો. જોકે મારુતિ સુઝુકી, ટીસીએસ, કોટક મહિન્દ્રા બેન્ક, એચસીએલ ટેક, એનટીપીસી, કોલ ઇન્ડિયાના શેરોના ભાવમાં 5.4-0.7 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

સ્મોલકેપ શેરોમાં ફ્યુચર કન્ઝ્યુમર, ફ્યુચર એન્ટરપ્રાઇઝ એન્ટરપ્રાઇઝ ડીવીઆર, વોટરબૅસ, આંધ્ર બેંકના શેરોના ભાવમાં 19.2-10 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે જેબીએફ ઇન્ડસ્ટ્રીઝ, પિનકોન સ્પિરિટ, વીએસટી, ટીમલીઝ સર્વિસીઝ, અરિહંત સુપરસ્ટ્રક્ચર્સના શેરોના ભાવમાં 9.7-4.2 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

મિડકેપ શેરોમાં કેનેરા બેંક, યુનિયન બેન્ક, બૅન્ક ઑફ ઈન્ડિયા, એનબીસીસી, મુથુટ ફાઇનાન્સના શેરોના ભાવમાં 7.5-5.2 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે સેન્ટ્રલ બેન્ક, અદાણી એન્ટરપ્રાઇઝ, અપોલો હોસ્પિટલ, ગ્લેક્સો કન્ઝ્યુમર, સીજી કન્ઝ્યુમરના શેરોના ભાવમાં 2.9-1.5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.
First published: March 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर