શેરબજારમાં શોર્ટકવરિંગને પગલે થોડી તેજી જોવા મળી હતી. સેન્સેક્સમાં 141.27 પૉઇન્ટ, જ્યારે નિફ્ટીમાં 37.05 પૉઇન્ટનો વધારો નોંધાયો હતો, જોકે બજારમાં દબાણ જોવા મળ્યું હતું. સતત ઘટાડા બાદ આજે બજાર ગ્રીનમાં બંધ રહ્યું હતું
બેન્ક શેરોમાં થોડો વધારો જોવા મળ્યો હતો, જ્યારે મિડકેપ ઈન્ડેક્સમાં સતત દબાણ રહ્યું હતું. બીએસઇના મિડકેપ ઈન્ડેક્સ 0.05 ટકાના ઘટાડા સાથે 16411.46 પર બંધ રહ્યો હતો..સ્મોલકેપ શેરોમાં પણ નબળાઈ જોવા મળી હતી. બીએસઇનો સ્મોલકેપ ઇન્ડેક્સ 0.17 ટકાના ઘટાડા સાથે 17800.14ના સ્તરે બંધ રહ્યો હોત..
પીએસયુ બેન્કમાં ખરીદીને કારણે બેન્ક નિફ્ટી 0.25 ટકાના વધારા સાથે 24936.70ના સ્તરે બંધ રહ્યો હતો, પણ ફાર્મા, રિયલ્ટી, ઓટો, મેટલના શેરોના ભાવમાં નબળાઈ જોવા મળી હતી. નિફ્ટીના ઓટો ઇન્ડેક્સમાં 0.2 ટકા, મેટલ ઈન્ડેક્સમાં 1.4 ટકા અને ફાર્મા ઈન્ડેક્સમાં 2 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો..
પીએસયુ બેન્ક, એફએમસીજીના શેરોમાં ખરીદી જોવા મળી હતી. બીએસઇના ઓઇલ-ગેસ ઈન્ડેક્સમાં પણ 0.42 ટકા જેટલો વધારો નોંધાયો હતો. નિફ્ટીના આઇટી ઇન્ડેક્સમાં 2.3 ટકા, એફએમસીજી ઇન્ડેક્સમાં 0.8 ટકા અને પીએસયુ બેન્ક ઈન્ડેક્સમાં 1.09 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.
આઈટીસી, યસ બેન્ક એચસીએલ ટેક, હિંદ પેટ્રો ટેક મહિન્દ્રા, ટીસીએસ, આઈટીસી, આઈશર મોટર્સના શેરોના ભાવમાં 1.46-4.14 ટકા સુધીનો વધારો નોંધાયો હતો, જ્યારે હિંદાલ્કો, ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ, બોશ, સન ફાર્મા, ટાટા મોટર્સના શેરોના ભાવમાં 1.41-6.36 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.
સ્મોલકેપ શેરોમાં ગૃહ ફાઈનાન્સ, ઓમ મેટલ્સ ઈન્ફ્રા,ઉષા માર્ટિનના શેરોના ભાવમાં 7.53-9.41 ટકા સુધીનો વધારો નોંધાયો હતો, જ્યારે ધામપુર શુગર, ગીતાજંલિ જેમ્સ, ટીવી ટુડે નેટવર્ક આસ્ટ્રા માઇક્રોવેવના શેરોના ભાવમાં 5.34-9.85 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.
મિડકેપ શેરોમાં આઇડીબીઆઈ, સન ટીવી નેટવર્ક, ભારત ફોર્જ, બાયોકોન અને બર્જર પેઇન્ટ્સના શેરોના ભાવમાં 2.25-6.11 ટકા સુધીનો વધારો નોંધાયો હતો, જ્યારે સેલ, શ્રીરામ ટ્રાન્સફર, ઇઈન્ડિયન હોટલ્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને જિંદાલ સ્ટીલના શેરોના ભાવમાં 2.26-2.83 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.
છેલ્લે, બીએસઇના 30 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 141.27 પૉઇન્ટ અથવા 0.42 ટકાના વધારા સાથે 33844.86ના સ્તરે બંધ રહ્યો હતો. એનએસઈના 50 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 37.05 પૉઇન્ટ અથવા કે 0.36 ટકાના વધારા સાથે 10397.45ના સ્તરે બંધ રહ્યો હતો.
Published by:Sanjay Joshi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર