છેલ્લા બે વર્ષોમાં ભારતીય અર્થવ્યવસ્થાની ઝડપ વધી છે. ભારતે ચીનને પણ પાછળ પાડી દીધું છે. સરકારે ચાલુ નાણાંકીય વર્ષ 2018-19 માટે જીડીપીમાં 7.5 ટકા વૃદ્ધિના અનુમાનને ટકાવી રાખ્યો છે. તેવી સ્થિતિમાં સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થાનો દરજ્જો કાયમ રહેવાના કારણે મોદી સરકાર ઉત્સાહિત છે.
અર્થતંત્રના મોર્ચા પર સારા સમાચાર આવ્યા છે. નાણાંકીય વર્ષ 2017-18ના ચોથા ત્રિમાસિકમાં દેશનો જીડીપી દર 7.7 ટકા આવ્યો છે.
નાણાંકીય વર્ષના બીજા ત્રણ ત્રિમાસિકની સરખામણીમાં જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં આ સૌથી સારી સપાટી છે. આ પહેલાં વર્ષના પહેલાં, બીજા, અને ત્રીજા ત્રિમાસિકમાં જીડીપીનો દર ક્રમશ: 5.6% , 6.3% અને 7% હતો. નાણાંકીય વર્ષ 2017-18મા દેશના અર્થતંત્રનો ગ્રોથ રેટ 6.7 ટકા રહ્યો.
ગુરૂવાર સાંજે સરકારે રજૂ કરેલા ડેટા પ્રમાણે ફાઇનાન્સિયલ યર 2016-17ના જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિક બાદ આ સૌથી સારો ગ્રોથ રેટ છે. આપને જણાવી દઇએ કે સરકારે આ ત્રિમાસિક બાદ જ દેશમાં 500 અને 1000 રૂપિયાની જૂની નોટો પર પ્રતિબંધનો નિર્ણય લીધો હતો.
अर्थव्यवस्था को पटरी पर लाने के सरकार के प्रयासों से GDP विकास दर में लगातार वृद्धि हुई है, जिससे विश्व में भारत निवेश के लिए सबसे आकर्षक देश बन कर उभरा है। यह दर्शाता है कि प्रधानमंत्री @NarendraModi के नेतृत्व में देश #SahiVikas की दिशा में आगे बढ़ रहा है। pic.twitter.com/LaFfa3tIbr
વિશેષકોનું કહેવું છે કે જીડીપીના હાલના આંકડા સ્પષ્ટ કરે છે કે દેશની અર્થવ્યવસ્થઆ હવે નોટબંધી અને જીએસટીના ઝટકાથી ઉપર આવીને મજબૂત થઇ રહી છે. રિઝર્વ બેંકે પણ એપ્રિલની મોનિટરી પોલિસી સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે દેશમાં નિવેશમાં વધારો થઇ રહ્યો છે જેના કારણે આવનારો સમય દેશના અર્થવ્યવસ્થામાં તેજી લાવશે.
જો કે જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિકમાં ઇકોનોમીમાં શાનદાર પરિણામ જોવા મળે છે. પોલમાં અર્થશાસ્ત્રીઓએ 7.3 ટકાના જીડીપી ગ્રોથની ધારણા કરી હતી, જે તેના કરતાં આગળ જ રહ્યો. આ ત્રિમાસિક પરિણામ દર્શાવે છે કે છેલ્લાં 18 મહિનામાં નોટબંધી અને જીએસટી બાદ ધીમા પડેલા અર્થશાસ્ત્રને ઝડપ મળી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર