Exclusive Interview: બિહાર ચૂંટણીમાં નીતિશ કુમાર જ NDAનો ચહેરો રહેશે - અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ન્યૂઝ 18 નેટવર્ક ગ્રૂપના એડિટર-ઈન-ચીફ રાહુલ જોશી સાથે ખાસ વાતચીત કરી

News18 Gujarati
Updated: October 17, 2019, 9:29 AM IST
Exclusive Interview: બિહાર ચૂંટણીમાં નીતિશ કુમાર જ NDAનો ચહેરો રહેશે - અમિત શાહ
Exclusive: અમિત શાહે કહ્યું - બિહાર ચૂંટણીમાં નીતિશ કુમાર જ NDAનો ચહેરો રહેશે
News18 Gujarati
Updated: October 17, 2019, 9:29 AM IST
નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ન્યૂઝ 18 નેટવર્ક ગ્રૂપના એડિટર-ઈન-ચીફ રાહુલ જોશી સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં અમિત શાહે બિહારમાં બે ગઠબંધન સહયોગી વચ્ચે કથિત ઝઘડા વિશે બધી અટકળો શાંત કરતા કહ્યું હતું કે તેમનું ગઠબંધન અટલ છે. નીતિશ કુમારના નેતૃત્વમાં ભાજપા અને જેડી(યુ) એકસાથે ચૂંટણીમાં ઉતરશે. આ વાત બિલકુલ સ્પષ્ટ છે. અમિત શાહે કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્તર પર બંને દળો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કામ કરી રહ્યા છે અને રાજ્યમાં વર્તમાન સીએમના નેતૃત્વમાં કામ કરીશું.

જ્યારે બંને દળો વચ્ચે કથિત ઝઘડા વિશે પુછવામાં આવ્યું તો અમિત શાહે કહ્યું હતું કે એક ગઠબંધનમાં હંમેશા ઝઘડા થાય છે અને તેને સ્વસ્થ ગઠબંધનનું પેરામીટર માનવું જોઈએ. મતભેદ, મનભેદમાં ના બદલવો જોઈએ.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે બિહાર વિધાનસભાની ચૂંટણી રાજ્યના મુખ્યમંત્રી અને જેડીયુ પ્રમુખ નીતિશ કુમારના નેતૃત્વમાં જ યોજાશે. તમને જણાવી દઈએ કે 243 સભ્યોની બિહાર વિધાનસભા માટે આગામી વર્ષે ઑક્ટોબર 2020માં ચૂંટણી થશે. અમિત શાહના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં નીતિશ કુમાર જ એનડીઓનો ચહેરો બનશે.

અહીં જોઈ શકો છો ખાસ ઇન્ટરવ્યૂ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આ ખાસ ઇન્ટરવ્યૂને તમે ન્યૂઝ 18 પર ગુરુવારે સવારથી જોઈ શકશો. આ ઇન્ટરવ્યૂ ન્યૂઝ 18ની બધી ચેનલ્સ અને ડિજીટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરવામાં આવશે.

First published: October 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...