પટણા: બિહારની લોકસભા સીટને લઇને NDAમાં ખેચતાણ બાદ ભાજપ અને LJPમાં હવે સમહતિ બની ગઇ છે. માનવામાં આવે છે કે હવે એક સર્વસામાન્ય ફોર્મ્યૂલા તૈયાર કરી લેવામાં આવે. જે હેઠળ ભાજપ અને જેડીયૂ 17-17 સીટ પર તથા રામવિલાસ પાસવાનની પાર્ટી LJP 6 લોકસભા સીટ પર ચુંટણી મેદાનમાં ઉતરશે. તો ભાજપ રામવિલાસ પાસવાનને અસમમાં તેમનાં કોટાની રાજ્યસભા સીટ આપશે. ઉચ્ચ પદસ્થ સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર શનિવારે જ સીટ શેરિંગનાં નવા ફોર્મ્યૂલાની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી શકે છે.
મળતી માહિતી અનુસાર, LJPને બિહારની લોકસભાની 5 સીટ અને એક સીટ યૂપી કે ઝારખંડમાં આપવામાં આવશે. જ્યાં પાર્ટીનાં અધ્યક્ષ રામવિલાસ પાસવાનને રાજ્યસભા મોકલવામાં આવી શકે છે.
સૂત્રો મુજબ, શનિવારે સાંજે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, બિહારનાં CM નીતિશ કુમાર, એલજેપીનાં પશુપતિ કુમાર પારસ, ચિરાગ પાસવાન અને ભાજપનાં બિહારનાં પ્રભારી ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં સીટ શેરિંગની જાહેરાત કરવામાં આવશે.
લોક જનશક્તિ પાર્ટીને બિહારમાં મળનારી 5 સિટ પણ નક્કી માનવામાં આવી રહી છએ. જેમાં હાજીપુર, જમુઇ, સમસ્તીપુર, ખગડિયા કે વૈશાલી, બેગૂસરાય કે નવાદાની સીટ શામેલ છે. કહેવામાં આવે છે કે મુંગેર સીટ LJP છોડી શકે છે.
રામવિલાસ પાસવાને તેમનાં દીકરા ચિરાગ પાસવાનની સાથે શુક્રવારે ભાજપ નેતા અરૂણ જેટલી સાથે મુલાકાત કરી હતી. જે બાદ આ સમજૂતી થઇ હતી. ભાજપ તરફથી LJP સાથે વાતચીત માટે જેટલીને રાખવામાં આવ્યા હોવાથી પાસવાનની પાર્ટી સાથે ગઠબંધન ચાલુ રાખવાને ભાજપ કેટલું મહત્વ આપે છે તે માલૂમ પડે છે.
લોકસભા સભ્ય ચિરાગ પાસવાન ભાજપની સાથે તેની પાર્ટીનાં મતભેદને સામે રાખવાથી ફરી રહ્યાં છે. ચિરાગે આ પહેલા જેટલીને પત્ર લખીને તે સમજાવવા કહ્યું હતું કે, નોટબંધીથી દેશને શું લાભ થયા. તેણએ આ ટ્વિટ પણ કરી હતી કે સીટ વહેંચણીની જાહેરાતમાં મોડુ થવાથી સત્તાધારી ગઠબંધનને નુક્શાનથઇ શખે છે.
ઇનપુટ-દિવાકર
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર