સનાતન સંસ્થાએ કહ્યુ, બંધારણમાંથી સેક્યુલર શબ્દ હટાવો- પવારે કહ્યું, 'સંસ્થા બેન કરો'

"સનાતન સંસ્થા પર પ્રતિબંધ મૂકી દેવો જોઇએ. કેમ કે, આ સંસ્થાની બોમ્બ પ્લોટમાં શંકાસ્પદ ભૂમિકા છે અને તેના સભ્યો રેશનાલિસ્ટ અને પત્રકાર ગૌરી લંકેશની હત્યામાં સામેલ હોવાનું ખુલ્યુ છે."

"સનાતન સંસ્થા પર પ્રતિબંધ મૂકી દેવો જોઇએ. કેમ કે, આ સંસ્થાની બોમ્બ પ્લોટમાં શંકાસ્પદ ભૂમિકા છે અને તેના સભ્યો રેશનાલિસ્ટ અને પત્રકાર ગૌરી લંકેશની હત્યામાં સામેલ હોવાનું ખુલ્યુ છે."

 • Share this:

  સનાનત સંસ્થાએ સોમવારે એ પ્રેસ કોન્ફરન્સમાં એવી માંગણી કરી હતી કે, ભારતના બંધારણમાંથી સેક્યુલર શબ્દ હટાવી દેવો જોઇએ. જો કે, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના સુપ્રિમો શરદ પવારે જણાવ્યુ કે, સનાતન સંસ્થા પર પ્રતિબંધ મૂકી દેવો જોઇએ. કેમ કે, આ સંસ્થાની બોમ્બ પ્લોટમાં શંકાસ્પદ ભૂમિકા છે અને તેના સભ્યો રેશનાલિસ્ટ અને પત્રકાર ગૌરી લંકેશની હત્યામાં સામેલ હોવાનું ખુલ્યુ છે.


  શરદ પવારે વધુમાં જણાવ્યુ કે, જે લોકોની રેશનાલિસ્ટ નરેન્દ્ર ડાભોલકર અને ગૌરી લંકેશની હત્યામાં ધરપકડ થઇ છે તેઓ સનાતન સંસ્થાના કાર્યક્રમોમાં ઘણી વખત જોવા મળ્યા છે. જો કે, ગોવા સ્થિત આ સંસ્થાએ આ વાતનો ઇન્કાર કર્યો છે.


  એનસીપીના મહારાષ્ટ્રનાં પ્રવક્તા નવાબ મલિકે જણાવ્યુ કે, “જ્યારે પણ કોઇ સનાતન સંસ્થાના કોઇ માણસની ધરપકડ થાય છે ત્યારે તે સંસ્થા એમ કહે છે કે, એ વ્યક્તિ અમારી સાથે જોડાયેલી નથી પણ આ વ્યક્તિઓ ઘણી વખત સનાતન સંસ્થાના કાર્યક્રમોમાં જોવા મળે છે”.


  નવાબ મલિકે વધુમાં જણાવ્યુ કે, “સનાતન સંસ્થાને ડર છે કે, તેમના કારણે સરકાર પર દબાણ આવશે અને તેના પર પ્રતિબંધ લાગશે. અમારી માંગણી છે કે, સનાતન સંસ્થા પર તાત્કાલિક પ્રતિબંધ લાગવો જોઇએ અને કેન્દ્ર સરકારે તાત્કાલિક પગલા લેવા જોઇએ”.


  સનાતન સંસ્થાએ એવી ડિમાન્ડ કરી છે કે, બંધારણમાંથી સેક્યુલર શબ્દ દૂર કરવો જોઇએ. આ માંગણીના સંદર્ભમાં શરદ પવારે જણાવ્યુ કે, “કોણ આવી માંગણી કરે છે એ મહત્વનું નથા પણ સંસદમાં લેવાયેલા નિર્ણયને બદલવાની સત્તા સંસદને જ છે અને મને નથી લાગતું કે કોઇ પક્ષ બંધારણમાંથી સેક્યલર શબ્દ દૂર કરવાની તરફેણમાં હોય”.

  First published: