કોંગ્રેસમાં વિલય પર એનસીપીનો સ્પષ્ટ ઇન્કાર, કહી આવી વાત

એનસીપીના સુપ્રીમો શરદ પવારની અધ્યક્ષતામાં શનિવારે પાર્ટીના નેતાઓની બેઠક મળી હતી

News18 Gujarati
Updated: June 1, 2019, 8:55 PM IST
કોંગ્રેસમાં વિલય પર એનસીપીનો સ્પષ્ટ ઇન્કાર, કહી આવી વાત
છગન ભુજબળ
News18 Gujarati
Updated: June 1, 2019, 8:55 PM IST
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના સુપ્રીમો શરદ પવારની અધ્યક્ષતામાં શનિવારે પાર્ટીના નેતાઓની બેઠક મળી હતી. મુંબઈમાં આયોજીત આ બેઠકમાં પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતા સામેલ થયા હતા. સૂત્રોના મતે બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ચર્ચા થઈ હતી. સાથે કોંગ્રેસ-એનસીપી વચ્ચે સીટ શેરિંગ ઉપર નેતાઓએ પોતાનો વિચાર પણ રાખ્યો હતો. જોકે કોંગ્રેસ-એનસીપી વિધાનસભા ચૂંટણી સાથે લડશે કે નહીં તે સ્પષ્ટ થઈ શક્યું નથી.

બેઠક પછી એનસીપી નેતા જિતેન્દ્ર આવ્હાડ, જયંત પાટિલ અને છગન ભુજબળે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે એનસીપીનો કોંગ્રેસમાં વિલય કરવાના સમાચાર એક અફવા છે. વિલયવાળી આ અફવા કોણે ફેલાવી તે ખબર નથી. છગન ભુજબળે કહ્યું હતું કે એનસીપીનું એક અલગ અસ્તિત્વ છે. આ એક રાષ્ટ્રીય પાર્ટી છે.

આ પણ વાંચો - કેમ મોદીના પ્રશંસક છે કમર, મોહસિન, યૂસુફ અને નસીબ?

ઇડી દ્વારા એનસીપી નેતા પ્રફુલ પટેલને નોટિસ આપવાના સવાલ પર આ નેતાઓએ કહ્યું હતું કે પ્રફુલ પટેલ પ્રશાસનને સમાધાનકારક જવાબ આપી શકે છે. તેના માટે તે સક્ષમ છે. જિતેન્દ્ર આવ્હાડે કહ્યું હતું કે પ્રફુલ પટેલે પોતાના કાર્યકાળમાં જેટલા નિર્ણય લીધા હતા તે યૂપીએ સરકાર અને પ્રધાનમંત્રી મનમોહન સિંહ સાથે મળીને લીધા હતા. એનસીપી નેતાઓની માને તો પ્રફુલ પટેલે સીવિલ એવિએશનમાં જે કામ કર્યું છે તે પ્રશંસનીય છે.

આ દરમિયાન એનસીપી નેતાઓએ કહ્યું હતું કે અમને ઇવીએમ ઉપર શંકા છે. અમારી ચૂંટણી પંચને માંગણી છે કે તે આધાર કાર્ડને લિંક કરીને મતદાન કરાવે. જેથી વોટિંગમાં કોઈ કૌભાંડ ના થાય. બેઠકમાં નિર્ણય કર્યો હતો કે એનસીપીના નેતા રાજ્યનો પ્રવાસ કરશે. ગામમાં જઈને દુષ્કાળ અને ખેડૂતોની સ્થિતિ જાણવાનો પ્રયત્ન કરશે.
First published: June 1, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...