શરદ પવારે કહ્યું- પાકિસ્તાનમાં મળ્યો હતો ઘણો પ્રેમ, ભારતીયોને માને છે પરિવાર જેવા

News18 Gujarati
Updated: September 16, 2019, 7:26 AM IST
શરદ પવારે કહ્યું- પાકિસ્તાનમાં મળ્યો હતો ઘણો પ્રેમ, ભારતીયોને માને છે પરિવાર જેવા
શરદ પવારે કહ્યું - પાકિસ્તાનમાં મળ્યો હતો ઘણો પ્રેમ, ભારતીયોને માને છે પરિવાર જેવા

શરદ પવારે પાકિસ્તાનને લઈને આપેલ નિવેદન પર શિવસેનાએ વળતો પ્રહાર કર્યો

  • Share this:
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે (Sharad Pawar) પાકિસ્તાનની (Pakistan) પ્રશંસા કરી છે. જેની ઉપર શિવસેનાએ (Shiv Sena) સખત આપત્તિ વ્યક્ત કરી છે. શરદ પવારે પાકિસ્તાન અને ત્યાંના લોકોની પ્રશંસા કરતા મુંબઈ (Mumbai)માં કહ્યું હતું કે હું પાકિસ્તાન પ્રવાસે ગયો હતો, જ્યાં ભારે આગતા સ્વાગતા કરી હતી. પાકિસ્તાનીઓને વિશ્વાસ છે કે તે ભલે પોતાના સંબંધીઓને મળવા ભારત આવી શકતા ના હોય પણ ભારતથી આવનાર વ્યક્તિને પોતાના સંબંધી માને છે અને તેવો વ્યવહાર કરે છે.

શરદ પવારે આગળ કહ્યું હતું કે ભારતમાં લોકો કહે છે કે પાકિસ્તાની લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે. તે ખુશ નથી પણ આ બધું જુઠ છે. આ પ્રકારના નિવેદન પાકિસ્તાનની વાસ્તવિક સ્થિતિ જોયા વગર ફક્ત અહીં રાજનીતિક લાભ ઉઠાવવા માટે આપવામાં આવી રહ્યા છે. અહીં સત્તાધારી વર્ગ રાજનીતિક લાભ માટે ખોટી વાતો ફેલાવી રહ્યા છે.

આ પણ વાંચો - PM મોદીને ધમકી આપનાર PAK સિંગરને થઈ શકે છે જેલ


શિવસેનાએ આપ્યો જવાબ
શરદ પવારે પાકિસ્તાનને લઈને આપેલ નિવેદન પર શિવસેનાએ વળતો પ્રહાર કર્યો છે. શિવસેનાની ધારાસભ્ય અને પ્રવક્તા મનીષા કાએંદે નિવેદનની ટિકા કરતા કહ્યું હતું કે પવારના નેતા અને કાર્યકર્તા તેમને છોડીને જઈ રહ્યા છે. તેમના મનમાં નિષ્ફળતા છે. આવા પ્રસંગે પાકિસ્તાનની પ્રશંસા કરવી કેટલી યોગ્ય છે? પવારના મનમાં એવું તો નથી ને કે પાકિસ્તાનમાંથી કાર્યકર્તા લાવવામાં આવે?
First published: September 15, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading