Home /News /india /ચૂંટણી પહેલા દંતેવાડામાં નક્સલીઓનો જમાવડો, ડ્રોનમાં કેદ થઈ તસવીર

ચૂંટણી પહેલા દંતેવાડામાં નક્સલીઓનો જમાવડો, ડ્રોનમાં કેદ થઈ તસવીર

ચૂંટણી પહેલા દંતેવાડામાં નક્સલીઓનો જમાવડો, ડ્રોનમાં કેદ થઈ તસવીર

છત્તીસગઢમાં પ્રથમ તબક્કાનું મતદાન 12 નવેમ્બરને સોમવારે થવાનું છે

    છત્તીસગઢમાં પ્રથમ તબક્કાનું મતદાન 12 નવેમ્બરને સોમવારે થવાનું છે. ચૂંટણી બહિષ્કારને લઈને નક્સલી સતત આહ્વવાન કરી રહ્યા છે. આવા સમયે બસ્તર સંભાગના દંતેવાડામાં મતદાનના એક દિવસ પહેલા નક્સલીઓનો જમાવડો જોવા મળ્યો હતો. દંતેવાડાના બારસુરમાં નક્સલીઓનો જમાવડો છે. બારસુરના કોસલનાર ગામમાં ડ્રોન કેમેરામાં નક્સલીઓની તસવીર કેદ થઈ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે નક્સલીઓ ગામમાં ભેગા થયા છે.

    મળેલી જાણકારી પ્રમાણે સુરક્ષા દળના જવાનો મતદાન પહેલા ડ્રોન કેમેરાથી નક્સલ પ્રભાવિત વિસ્તારોનું મેપિંગ કરી રહ્યા છે. આ દરમિયાન ગ્રામ કોસલનારમાં છ નક્સલીઓની તસવીર ડ્રોનમાં કેદ થઈ છે. સુરક્ષાના કારણોસર પોલીસ જમીનથી લઈને આસમાન સુધી જોઈ રહી છે. દંતેવાડાના એસપી અભિષેક પલ્લવે તસવીરોની પૃષ્ટી કરી છે.

    ચૂંટણી પહેલા રવિવારે નક્સલીઓએ અલગ-અલગ સ્થાન પર તરખાટ મચાવ્યો છે. વીજાપુરમાં અથડામણ થઈ હતી. જેમાં બે નક્સલીને ઠાર કર્યા હતા. આ સિવાય કાંકેરમાં નક્સલીઓએ આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો. જેમાં બીએસએફનો એક જવાન શહીદ થયો હતો.

    આ પણ વાંચો - છત્તીસગઢ: બસ્તરમાં વોટિંગ પહેલા જ મોટો નક્સલી હુમલો, ઘર્ષણ ચાલુ
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Dantewada, Naxalites, ચૂંટણી

    विज्ञापन
    विज्ञापन