PM મોદીના પ્રવાસ પહેલા જ છત્તીસગઢમાં નક્સલી હુમલો, જવાન શહીદ, કુલ ચારનાં મોત

News18 Gujarati
Updated: November 8, 2018, 2:42 PM IST
PM મોદીના પ્રવાસ પહેલા જ છત્તીસગઢમાં નક્સલી હુમલો, જવાન શહીદ, કુલ ચારનાં મોત
સર્ચ ઓપરેશન કરી રહેલા જવાનો (ફાઇલ ફોટો)

આ ઘટના બચેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઇ હતી. સીઆરપીએફના બે અન્ય જવાનો પણ ઘાયલ થયાના સમાચાર છે.

  • Share this:
અબ્દુલ હમીદ સિદ્દીકી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બસ્તરની મુલાકાતના પૂર્વે જ નક્સલીઓએ દંતેવાડામાં એક બસની નિશાન બનાવી હતી. આ બસમાં મુસાફરો સાથે સીઆરપીએફના જવાનો પણ હતા. દંતેવાડાના બચેલી પાસેના એનએમડીસીના આકાશનગરમાં નક્સલીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાક્રમમાં સીઆરપીએફનો એક જવાન શહીદ થઇ ગયો હતો. આ સિવાય અન્ય ત્રણ નાગરિકોના મૃત્યુ નિપજ્યા હતા. આ ઘટના બચેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઇ હતી. સીઆરપીએફના બે અન્ય જવાનો પણ ઘાયલ થયાના સમાચાર છે.

એન્ટી-નક્સલ ઓપેરશનના સ્પેશિયલ ડીજી અવસ્થીએ આ ઘટનાને સમર્થન આપ્યું છે. મળતી માહિતી અનુસાર, આકાશનગરથી બચેલ સુધી સીઆરપીએફના જવાનો શાકભાજી ખરીદવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન પહાડી ક્ષેત્રમાં એક વળાંક પાસે નક્સલીઓએ બસને એલઇડીથી ઉડાવી દીધી હતી. મુસાફરોથી ભરેલી આ બસને નિશાન બનાવાઈ હોઈ, મૃત્યુ આંક વધી શકે છે.

આ પણ વાંચોઃ દંતેવાડા નક્સલી હુમલાનો Live વીડિયો, કેમેરામેનનો તેની માતાને માર્મિક સંદેશ

બે ઈજાગ્રસ્ત જવાનોને બચેલીની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નવમી નવેમ્બરે એટલેકે આવતીકાલે વડાપ્રધાન મોદી ઉપરાંત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ બસ્તરની મુલાકાતે આવનાર છે. જો કે આ બંનેના કાર્યક્રમ દંતેવાડામાં યોજવાના નથી. ઉલ્લેખનીય છે કે, 30 ઓક્ટોબરે દંતેવાડાના આરાનપુરમાં નક્સલીઓએ સુરક્ષા બળના જવાનોને તેમના શિકાર બનાવ્યા હતા. તે ઘટનામાં ચાર જવાનો શહીદ થયા હતા અને દૂરદર્શનના એક કેમેરામેનનું પણ મૃત્યુ નીપજ્યું હતું.
First published: November 8, 2018, 2:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading