Home /News /india /

પાક. મુલાકાત પર સિદ્ધુએ આપ્યો જવાબ, PM મોદી પણ અચાનક લાહોર ગયા હતા

પાક. મુલાકાત પર સિદ્ધુએ આપ્યો જવાબ, PM મોદી પણ અચાનક લાહોર ગયા હતા

તેમણે કહ્યું કે મને 10 વાર નિમંત્રણ મળ્યું. ત્યાર પછી મેં ભારત સરકાર પાસે અનુમતિ માંગી,

  પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં જવાના કારણે કોંગ્રેસ નેતા નવજોત સિંહની ઘણી ટીકા થઇ રહી છે. આ અંગે તેમણે ખુલાસો આપતા કહ્યું કે, 'પહેલા પણ શાંતિ માટે પ્રયત્નો કરવામાં આવ્યાં હતાં. અટલ બિહારી વાજપેયી પણ 'દોસ્તી બસ' લાહોર લઇ ગયા હતાં અને પરવેઝ મુશર્રફને નિમંત્રણ મોકલ્યું હતું. મોદીજીએ પણ શપથ ગ્રહણ સમારોહમાં નવાઝ શરીફને બોલાવ્યાં હતાં અને પીએમ પણ અચાનક લાહોર ગયા હતાં.'

  સિદ્ધુએ કહ્યું કે, 'પાકિસ્તાનની યાત્રા રાજનૈતિક ન હતી. પાકિસ્તાન સાથે મારા દોસ્તનું નિમંત્રણ આપ્યું હતું. ભારત-પાકિસ્તાન વચ્ચે આવી કડવાશ થવી નિરાશાજનક છે.'  પાકિસ્તાન જઇને ત્યાંના સૈન્ય પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાને ભેટવાને મામલે સિદ્ધુએ કહ્યું કે, બાજવાની ભાવુક વાતોને કારણે સ્નેહ આવી ગયો. બાજવાએ મને કહ્યું કે અમે શાંતિ ઇચ્છીએ છીએ. બંન્ને દેશોમાં સંબંધ સુધરે. મારા માટે પાકિસ્તાનની મુલાકાત સન્માનની હતી.

  પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સહિત કોંગ્રેસના નેતાઓએ પણ સિદ્ધુની પાકિસ્તાનની મુલાકાત અંગે સવાલો ઉભા કર્યા હતાં. જે અંગે સિદ્ધુએ કહ્યું કે કેપ્ટન સાહેબ સાથે અન્ય કોંગ્રેસીઓ મારા અંગે બોલ્યા છે. લોકતંત્રમાં બધાને બોલવાનો હક છે.  તેમણે કહ્યું કે મને 10 વાર નિમંત્રણ મળ્યું. ત્યાર પછી મેં ભારત સરકાર પાસે અનુમતિ માંગી, મને મંજૂરી ન મળી અને મને ઘણી રાહ જોવી પડી. બે દિવસ પછી જ્યારે પાકિસ્તાન સરકારે વિઝા આપ્યાં ત્યારે સુષ્મા સ્વરાજે મને જાતે ફોન કરીને કહ્યું કે તમને અનુમતિ આપવામાં આવી છે.  નોંધનીય છે કે ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં પાકિસ્તાન પહોંચેલા પૂર્વ ક્રિકેટર અને પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુનો એક વીડિયો ચર્ચામાં આવ્યો હતો. ભારતમાં પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઈમરાન ખાનના શપથ ગ્રહણ કરતા વધારે ચર્ચા આ વીડિયોની થઈ રહી છે. ઈસ્લામાબાદમાં નવજોત સિંહ સિદ્ધૂ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા સાથે હર્ષભેર ગળે મળ્યાં હતાં.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Navjot Singh Sidhu, પાકિસ્તાન

  આગામી સમાચાર