આગામી વર્ષથી નેચરલ ગેસ GSTના કાર્યક્ષેત્રમાં આવી શકે છે

કેન્દ્ર સરકાર જાન્યુઆરીમાં યોજાનારી આગામી GST કાઉન્સિલની બેઠકમાં કુદરતી ગેસને GST હેઠળ લાવવાનો પ્રયાસ કરી શકે છે

કેન્દ્ર સરકાર જાન્યુઆરીમાં યોજાનારી આગામી GST કાઉન્સિલની બેઠકમાં કુદરતી ગેસને GST હેઠળ લાવવાનો પ્રયાસ કરી શકે છે

  • Share this:
વર્ષ 2017માં GST દેશના સૌથી વધુ ચર્ચાયેલા મુદ્દાઓ પૈકીનો એક છે. આશરે છ મહિના પહેલાં જ્યારે GSTનો અમલ કરવામાં આવ્યો ત્યારે ડઝનેક કરવેરા અને ટેરિફને બદલે માત્ર એક કર- GST લાગુ કરવામાં આવ્યો તો દેશમાં હોબાળો થઈ ગયો હતો, પરંતુ હવે GSTની પદ્ધતિમા સ્થિરતા આવી રહી છે અને એના અવકાશમાં વધારો કરવાની શક્યતાઓમાં વધી રહી છે. આગામી થોડા
મહિનામાં નેચરલ ગેસને નવા ટેક્સ હેઠળ લાવી શકાય છે.

જ્યારે પહેલી જુલાઈએ GST લાગુ કરવામાં આવ્યો ત્યારે એને તકનિકી રીતથી કઠિન અને ખર્ચાળ બતાવાયો હતો. જોકે સરકારે નવી પદ્ધતિમાં ઘણા ફેરફારો કર્યા છે, જેમાં કર ફાઇલિંગ-પ્રક્રિયાને સરળ બનાવી અને 200થી વધુ આઇટમ્સના દરોમાં ઘટાડો કર્યોનો સમાવેશ થાય છે.

2018માં નેચરલ ગેસના મામલે થઈ શકે છે ફેરફાર

GSTએ 30 જૂનની મધ્યરાત્રિએ ભારતને 'એક દેશ, એક બજાર'માં બદલી નાખ્યું છે. એ સમયે રિયલ એસ્ટેટ તેમ જ ક્રૂડ-ઓઇલ, વિમાન ઈંધણ કે ઈંધણ, કુદરતી ગેસ, ડીઝલ અને પેટ્રોલને આના દાયરાથી દૂર રખાયાં હતાં. એનો અર્થ એવો થયો કે આ ઉત્પાદનો પર એક્સાઇઝ ડ્યૂટી અને વેટ જેવા કર લાગશે. 2018માં આમાં ફેરફાર થવાની અપેક્ષા રાખવામાં આવે છે, એમાં કુદરતી ગેસના કિસ્સામાં તો આવું જ લાગે છે.

આગામી GST પરિષદની બેઠકમાં થઈ શકે છે આની પર ચર્ચા

કેન્દ્ર સરકાર જાન્યુઆરીમાં યોજાનારી આગામી GST કાઉન્સિલની બેઠકમાં કુદરતી ગેસને GST હેઠળ લાવવાનો પ્રયાસ કરી શકે છે, પરંતુ અન્ય પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ માટે આ કરવું મુશ્કેલ બની શકે છે, કારણ કે રાજ્ય અને કેન્દ્ર બન્ને તેમની પાસેથી પૂરતી આવક મેળવે છે.

નિકાસકારો માટે કર રિફંડને કારણે GST એક દુઃસ્વપ્નથી ઓછું નહિ હોય, કારણ કે રિફંડ-પ્રક્રિયા ધીમી ગતિએ ચાલતાં તેની સામે નાણાંની સમસ્યા ઊભી થઈ જાય છે. કાપડ અને જ્વેલરી ક્ષેત્રો જેવાં નાનાં, અસંગઠિત વ્યવસાયોને પણ ભારે અસર થઈ છે.
First published: