જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા પછી હવે ત્યાંની સ્થિતિ સામાન્ય થઈ રહી છે. આવા સમયે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ શોપિયા પછી શનિવારે અનંતબાગના રસ્તા પર સામાન્ય લોકો સાથે વાતચીત કરવા જોવા મળ્યા હતા. ન્યૂઝ એજન્સી ANI દ્વારા જાહેર કરેલ વીડિયોમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અનંતબાગમાં તે જગ્યાએ વાતચીત કરતા જોવા મળે છે જે પહેલા આતંકવાદી ગતિવિધિઓનું કેન્દ્ર માનવામાં આવતી હતી.
જમ્મુ કાશ્મીરના લોકોના દિલની પરિસ્થિતિ જાણવા માટે જમ્મુ કાશ્મીર પહોંચેલા અજિત ડોભાલે બે દિવસ પહેલા કાશ્મીરના શોપિયામાં રસ્તા પર લોકો સાથે ખાવાનું ખાધું હતું. સાથે તેમણે લોકોને વિશ્વાસ અપાવ્યો હતો કે જલ્દી બધું સામાન્ય થઈ જશે. ડોભાલે લોકો સાથે વાત કરી અને પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કર્યો હતો.
ANANTNAG: National Security Advisor Ajit Doval interacts with locals in Anantnag, an area which has been a hotbed of terrorist activities in the past. #JammuAndKashmirpic.twitter.com/dUd7GPvS2W
બકરીઈદના બજારમાં પહોંચ્યા ડોભાલ ડોભાલ આ વખતે અનંતબાગમાં બકરીઇદ માટે બકરા વેંચવા આવેલા લોકો સાથે વાતચીત કરી હતી. ડોભાલે અનંતબાગની બકરાબજારમાં લોકો સાથે મુલાકાત કરી હતી. જ્યાં લોકો ઇદ માટે ખરીદી કરી પહોંચ્યા હતા. ડોભાલે બજારમાં બકરા વેચનારને બકરાની કિંમત પણ પુછી હતી.
આ પછી ડોભાલે પુછ્યું હતું કે તે ક્યાંથી અને કેટલા બકરા લઈને આવ્યા છે. સાથે તેમણે દુકાનદારોને ઇદની મુબારક પણ આપી હતી. આ પછી વેચનારને તેની પાસે ઉભા રહેલા વ્યક્તિએ ડોભાલનો પરિચય બતાવ્યો હતો.
શાંતિથી પસાર થયો પ્રથમ જુમ્મા આર્ટિકલ 370 હટ્યા પછી ઘાટીમાં પ્રથમ શુક્રવાર (જુમ્મા) શાંતિપૂર્ણ રીતે પસાર થયો હતો. આ પ્રસંગે લોકોએ અલગ-અલગ વિસ્તારોની મસ્જિદોમાં નમાજ અદા કરી હતી. રસ્તા પર ક્યાંય ઉપદ્રવ કે હંગામો જોવા મળ્યો ન હતો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર