થિયેટર્સમાં રાષ્ટ્રગીત વગાડવું હવે ફરજીયાત નથી. કારણ કે સુપ્રિમ કોર્ટે તેનો નિર્ણય બદલ્યો છે. જેથી હવે થિયટર્સમાં રાષ્ટ્રગીત વગાડવું ફરજીયાત નથી. કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટને આ નિર્ણય બદવા માટે પ્રસ્તાવ મુક્યો હતો.
કેન્દ્રએ કહ્યું હતું કે એક ઈંટર મિનિસ્ટ્રિયલ કમિટી બનાવવામાં આવી છે. જે આગળના 6 મહિનામાં તેનો પ્રસ્તાવ મુકશે.
Supreme Court modifies its order on National Anthem, says it is not mandatory in cinema halls pic.twitter.com/cC0dqcTj5P
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે હાલ થિયેટર્સમાં રાષ્ટ્રગીત અનિવાર્ય ન બનાવવામાં આવે. થિયેટર્સમાં ફિલ્મ દર્શાવતા પહેલા રાષ્ટ્રગીત વગાડવું ફરજીયાત બનાવવાના પોતાના જ સ્ટેન્ડને કેન્દ્ર સરકાર હવે બદલ્યું. જેથી સુપ્રિમ કોર્ટએ રાષ્ટ્રગીત વગાડવા મુદ્દે પોતાના આદેશમાં ફેરફરા કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટએ જણાવ્યું કે રાષ્ટ્રગીત વગાડવા મુદ્દે દિશા નક્કી કરવા માટે સરકારે ઈંટર મિનિસ્ટ્રિયલ કમિટીની રચના કરી છે. જેથી નવી ગાઈડલાઈન્સ તૈયાર કરી શકાય.
પ્રતિજ્ઞાપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ઈંટર મિનિસ્ટ્રિયલ કમિટીનું નેતૃત્વ ગૃહ મંલાયલના અધિક સચિવ કરશે. આ કમિટિની રચના 5 ડિસેમ્બરે કરવામાં આવી હતી. પ્રતિજ્ઞાપત્રમાં કહેવામાં આવ્યું છે કે સમિતિ દ્વારા કરવામાં આવેલી ભલામણો પર વિચાર કર્યા બાદ જ કોઈ નોટિફિકેશન જાહેર કરવામાં આવી શકે છે.
મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 23 ઓક્ટોમ્બરે કહ્યું હતું કે, થિયેટર્સમાં અને અન્ય સ્થાનો પર રાષ્ટ્રગીત ગાવામાં આવે કે નહિં તેના પર તેઓ નિર્ણય લે. આદેશમાં કહ્યું હતું કે થિયેટર્સમાં લોકો મનોરંજન માટે જાય છે. એવામાં રાષ્ટ્રગીત વગાડવું જોઈએ કે નહીં. તેના પર સરકારને નિર્ણય લેવો જોઈએ.
તત્કાલીન એટર્ની જનરલ ઓફ ઈન્ડિયા અને વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ અગાઉ સુપ્રીમ કોર્ટને રાષ્ટ્રગીત મુદ્દે કડક નિર્ણય અપાવાની ભલામણ કરી હતી. કે, એ મુદ્દે ચર્ચા થવી જોઈએ કે શાળાના પાઠ્યપુસ્તકમાં રાષ્ટ્રગીત ગાવાની અનિવાર્યતાને કેમ સામેલ ન કરવામાં આવી શકે. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે દેશના તમામ સિનેમા ઘરોમાં ફિલ્મ દર્શાવતા પહેલા રાષ્ટ્રગીત વગાડવાનું ફરજીત બનાવ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર