જજ પ્રેસ કોન્ફરન્સ મામલો: PM મોદીએ કાયદામંત્રી સાથે કરી વાત

લોકતંત્રને જીવતું રાખવા માટે એક પારદર્શી જજ અને ન્યાય વ્યવસ્થાની જરૂરત છે...

News18 Gujarati
Updated: January 12, 2018, 2:54 PM IST
જજ પ્રેસ કોન્ફરન્સ મામલો: PM મોદીએ કાયદામંત્રી સાથે કરી વાત
લોકતંત્રને જીવતું રાખવા માટે એક પારદર્શી જજ અને ન્યાય વ્યવસ્થાની જરૂરત છે...
News18 Gujarati
Updated: January 12, 2018, 2:54 PM IST
ભારતના ઈતિહાસમાં પહેલીવાર સુપ્રિમકોર્ટના ચાર જજ દ્વારા પ્રેસકોન્ફરન્સ કરવામાં આવી. ન્યાયાધિશની નિમણૂક મુદ્દે સરકાર અને ન્યાયપાલિકા વચ્ચે ચાલી રહેલ સંઘર્ષ પર તેમણે પોતાની વાત દેશ સામે રાખી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મુદ્દા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાયદામંત્રી સાથે વાત કરી છે.

ઉલ્લેખનીય છે કે, આ પ્રેસ કોન્ફરન્સમાં જસ્ટિસ જે ચેલમેશ્વરના ઘરમાં આયોજિત કરવામાં આવી હતી. તેમની સાથે અન્ય ત્રણ જજ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન બી લોકુર અને જસ્ટિસ કુરિન જોસેપ હાજર હતા. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, સારા લોકતંત્રનો આધાર સારી ન્યાય વ્યવસ્થા પર હોય છે, આના વગર લોકતંત્ર સુરક્ષિત નથી રહી શકતું.

જજે કહ્યું કે, સુપ્રિમકોર્ટનું પ્રશાસન કામ નથી કરી રહ્યું. અમારી પાસે હવે બીજો કોઈ રસ્તો ન હતો, કે અમે દેશ સાથે સીધા રૂબરૂ થઈ શકીએ. અમે સાથે મળી મુખ્ય નાયાધિશને આ મામલે રજૂઆત કરી હતી, જેના માટે પગલા ભરવા પણ કહ્યું, પરંતુ અમે નિષ્ફળ રહ્યા. અમારા ચારેની ચિંતા એ હતી કે, લોકતંત્રને જીવતું રાખવા માટે એક પારદર્શી જજ અને ન્યાય વ્યવસ્થાની જરૂરત છે.

અમે આ મામલે સવારે સીજેઆઈને મળ્યા, પરંતુ તેમને સમજાવવામાં નિષ્ફળ રહ્યા. અમે દેશમાં કેટલાએ બુદ્ધિમાન લોકોને જોયા છે. પરંતુ અમે નથી ઈચ્છતા કે, 20 વર્ષ બાદ બુદ્ધિમાન લોકો અમને પુછે કે અમે ચારે લોકોએ શું પોતાની આત્મા વેચી દીધી છે. આ અમારી જવાબદારી હતી કે, અમે દેશને આ મુદ્દે જણાવીએ અને અમે આ પગલું ભર્યું.
First published: January 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर