દેશના અલ્પસંખ્યકોને હંમેશા ડરના માહોલમાં રાખવામાં આવ્યા : PM મોદી

આ દેશમાં રાજનીતિક પાર્ટીઓએ ગરીબોને છેતર્યા તેવી જ રીતે અલ્પસંખ્યકો સાથે પણ થયું : PM મોદી

News18 Gujarati
Updated: May 25, 2019, 10:24 PM IST
દેશના અલ્પસંખ્યકોને હંમેશા ડરના માહોલમાં રાખવામાં આવ્યા : PM મોદી
દેશના અલ્પસંખ્યકોને હંમેશા ડરના માહોલમાં રાખવામાં આવ્યા : PM મોદી
News18 Gujarati
Updated: May 25, 2019, 10:24 PM IST
લોકસભા ચૂંટણીમાં જીત પછી શનિવારે બીજેપી અને સહયોગી દળો તરફથી એનડીએના નેતા પસંદ થયા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાંસદોને સંબોધિત કર્યા હતા. મોદીએ પોતાના સંબોધનમાં અલ્પસંખ્યકોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેમની સાથે દેશ આઝાદ થયા પછી હંમેશા દગો કરવામાં આવ્યો છે. જેને હવે ભવિષ્યમાં કોઈપણ હાલતમાં થવા દેવામાં આવશે નહીં.

વોટબેંકની રાજનીતિ થઈ

આ દરમિયાન મોદીએ કહ્યું હતું કે અલ્પસંખ્યકો સાથે વોટબેંકની રાજનીતિ થઈ છે. જેવી રીતે આ દેશમાં રાજનીતિક પાર્ટીઓએ ગરીબોને છેતર્યા તેવી જ રીતે અલ્પસંખ્યકો સાથે પણ થયું છે. એ દૂર્ભાગ્ય રહ્યું કે દેશના અલ્પસંખ્યકો સાથે છલ કરીને તેમને ભ્રમિત અને ડરાવીને રાખવામાં આવ્યા હતા. ક્યારેય પણ તેમના સ્વાસ્થ્ય અને શિક્ષા જેવા મુદ્દા ઉપર ચિંતા કરવામાં આવી નથી. મોદીએ સાંસદોને કહ્યું હતું કે હવે હું તમારી પાસે એ આશા રાખું છું કે આપણે આ છલને ખતમ કરવાની છે અને તે લોકોનો વિશ્વાસ જીતવાનો છે.

આ પણ વાંચો - મોદીએ કહ્યું - અખબારમાં મંત્રી માટે નામ આવે તો સાચું ના માની લેતા

વિશ્વાસ થી જ પ્રો ઇન્કમબન્સી

મોદીએ કહ્યું હતું કે લોકોએ આપણા પર વિશ્વાસ કર્યો છે આ જ કારણે આપણે ફરી સત્તામાં આવ્યા છીએ. જ્યારે વિશ્વાસ હોય છે ત્યારે પ્રો ઇન્કમબન્સી વેવ આવે છે. આ વિશ્વાસના ધાગાથી બંધાયેલી છે. લોકોએ એટલા માટે વોટ કર્યા કારણ કે તે આપણી સરકાર લાવવા માંગતા હતા. આ જ સકારાત્મક વિચારે આટલો મોટો જનાદેશ આપ્યો છે.
First published: May 25, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...