liveLIVE NOW

'આ દેશ ન ઝુકશે, ન અટકશે કે ન થાકશે': લાલ કિલ્લા પર PM મોદી

  • News18 Gujarati
  • | August 15, 2018, 09:24 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 3 YEARS AGO

    હાઇલાઇટ્સ

    9:18 (IST)
     પોતાનું સંબોધન પુરૂં કરતા પહેલા પીએમ મોદીએ એક કવિતા સંભળાવી, તેમણે કહ્યું 'अपने मन में एक लक्ष्य लिए, मंज़िल अपनी प्रत्यक्ष लिए हम तोड़ रहे हैं जंजीरें. हम बदल रहे हैं तस्वीरें.ये नवयुग है, नव भारत है. खुद लिखेंगे अपनी तकदीरें: हम निकल पड़े हैं प्रण करके, अपना तन-मन अर्पण करके, जिद है एक सूर्य उगाना है. अम्बर से ऊंचा जाना है. एक भारत नया बनाना है. एक भारत नया बनाना है.'

    9:11 (IST)
      પીએમએ કહ્યું કે ત્રણ તલાકની કુરીતિઓ આપણા દેશની મુસ્લિમ બહેનોને ઘણી મુશ્કેલીમાં મુકી રહી છે, એમે આ સત્રમાં આ અંગે સંસદમાં બિલ લાવવાનું કામ કર્યું પરંતુ ઘણાં લોકો હજી આને પાસ નથી થવા દેતા.

    9:8 (IST)
    વડાપ્રધાને જાહેરાત કરી કે શોર્ટ સર્વિસ કમિશનમાં હવે મહિલાઓને એન્ટ્રી મળશે. પહેલા આ લાભ માત્ર પુરૂષોને જ મળતો હતો. દેશમાં આજે પણ મહિલા શક્તિને પડકાર ફેંકનારી રાક્ષસી પ્રવૃત્તિની માનસિકતાવાળા લોકો ખોટું કામ કરી રહ્યાં છે. બળાત્કાર ઘણું દુખદાયક છે. સમાજને આનાથી મુક્ત કરાવવું પડશે. મધ્યપ્રદેશમાં બળાત્કારના આરોપીને પાંચ જ દિવસમાં ફાંસીની સજા આપવામાં આવી.

    9:4 (IST)
    PMએ કહ્યું કે 2013 સુધી ડાયરેક્ટ ટેક્સ આપનારની સંખ્યા માત્ર ચાર કરોડ હતી, પરંતુ હવે આ સંખ્યા પોણા સાત કરોડ થઇ ગઇ છે. હું ટેક્સ દાતાઓને વિશ્વાસ અપાવવા માંગુ છું કે આપના ટેક્સના પૈસાથી ગરીબોને ફાયદો અપાઇ રહ્યાં છે. આશરે 3 ગરીબ પરિવાર પ્રતિ એક કરદાતાના કરથી ખાવાનું ખાઇ રહ્યાં છે. 

    8:59 (IST)
    તેમણે કહ્યું કે આજે દેશમાં નોર્થ ઇસ્ટમાંથી સારી ખબરો આવી રહી છે. પહેલા એવી ખબરો આવતી હતી જેને કોઇ વાંચવા તૈયાર ન હતું. પહેલા દેશમાં માત્ર મોટા શહેરોની ચર્ચા થતી હતી પરંતુ હવે નાના શહેર ગામ પણ મહત્વના રોલ નીભાવી રહ્યાં છે. 

    8:52 (IST)
      વડાપ્રધાને કહ્યું કે સ્વચ્છતા અભિયાનને કારણે આશરે 3 લાખ બાળકોનો જીવ બચ્યો છે. પહેલા સ્વચ્છતા અભિયાનનો મજાક ઉડાવવામાં આવતો હતો. પીએમે કહ્યું કે ભારત સરકારે વડાપ્રધાન જન આરોગ્ય અભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ આયુષ્યમાન ભારતની યોજના અંતર્ગત 10 કરોડ પરિવારને લાભ મળશે. આશરે 50 કરોડ નાગરિકોને 5 લાખ રૂપિયા વાર્ષિક આપવાની યોજના છે. 25 સપ્ટેમ્બર એટલે પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જયંતીથી આ યોજના આખા દેશમાં લાગુ થવાની છે. આ જનસંખ્યા અમેરિકા, કેનેડા અને મેક્સિકોથી પણ વધારે છે.   

    8:40 (IST)
     PM મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું કે 2022 જ્યારે આઝાદીના 75 વર્ષ થશે, ત્યારે કે તે પહેલા દેશનો દીકરો કે દીકરી અંતરિક્ષમાં હાથમાં તિરંગો લઇને જશે. ચાંદ હોય કે મંગળ હવે આપણે માનવસહિત મંગળયાન લઇને જઇશું. જે આખેઆખું મેડ ઇન ઇન્ડિયા હશે. તેમણે કહ્યું કે આપણે માખણ નહીં પરંતુ પથ્થર પર લાઇન પાડીશું. 

    8:37 (IST)
     PMએ કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા અંગે આજે આખી દુનિયા કહી રહી છે કે સૂતેલો હાથી હવે જાગી ચૂક્યો છે અને દોડવાની તૈયારીમાં છે. આપણને જે સંસ્થાઓમાં ક્યારેય જગ્યા મળતી ન હતી આજે આપણે તેમના મહત્વના સભ્ય છે. પીએમે કહ્યું કે દેશમાં અત્યાર સુધી 13 કરોડ મુદ્રા લોન આપવામાં આવ્યાં છે. જેમાં 4 કરોડ તેવા લોકો છે જેમણે પોતાની જીંદગીમાં પહેલીવાર કોઇ લોન લીધી છે. તેમણે કહ્યું કે દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગતિ વધી છે. 

    8:33 (IST)
    આજે આખી દુનિયા ભારતને આશાની નજરથી જુવે છે. પરંતુ 2014 પહેલા ભારતને સારી નજરથી જોવામાં ન હતું આવતું. આજે આપણે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં સારી રેકિંગ પર પહોંચ્યાં છે. આજે ભારતની રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મની નીતિની પ્રસંશા કરી રહ્યાં છે. 

    8:29 (IST)
      પીએમે ખેડૂતોની આવક બેગણી કરવાની વાત કરતાં કહ્યું કે, 'અમે જૂની માંગોને પુરી કરી. જીએસટી લાગુ કરવામાં આવ્યો છે, શરૂમાં થોડી મુશ્કેલીઓ પડ્યાં પછી નાના વેપારીઓ પણ આ પગલાને આવકાર્યું છે.' તેમણે કહ્યું કે અમારી સરકારને બેનામી સંપત્તિને જપ્ત કરવી, OROP જેવા મહત્વના નિર્ણયો લીધા છે. ખેડૂતોને ટેકનિકલ જ્ઞાન આપીને તેમની આવક બેગણી કરવાનું લક્ષ્ય અમારી સામે છે.  

    દેશને આજે આઝાદ થયાના 71 વર્ષ પુરા થઇ ગયા છે. આજે 72મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ત્રિરંગાને ફરકાવ્યો હતો.  પીએમ મોદી પાંચમી વખત ધ્વજ વંદન કર્યું છે.

    પીએમે ત્રિરંગો ફરકાવતા પહેલા રાજઘાટ પહોંચીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલિ આપી હતી. 2019ના લોકસભા ચૂંટણીના પ્રચાર પહેલા પીએમ મોદીનું છેલ્લું ભાષણ છે.

    પીએમે પોતાના ભાષણમાં બે મોટી જાહેરાત કરી છે. પહેલી 2022 સુધી હિંદુસ્તાન અંતરિક્ષમાં માનવસહિત ગગનયાન મોકલશે અને ત્યાં તિરંગો લહેરાવશે.  બીજી એ કે 25 સપ્ટેમ્બર 2018ના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જયંતી પર દેશમાં આયુષ્યમાન ભારત યોજના લાગુ થશે. 2019ની લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીનું આ લાલ કિલ્લા પરથી છેલ્લું ભાષણ છે.

    લાલ કિલ્લા પર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન, પૂર્વ પીએમ એચડી દેવગૌડા સહિત એનડીએ અને યુપીએની ઘણી હસ્તીઓ હાજર રહી હતી.