PM મોદીએ વિપક્ષને આપ્યો પડકાર, કહ્યું - કૉંગ્રેસ આર્ટિકલ 370 પાછી લાવવાનો વાયદો કરે

આર્ટિકલ 370 પર વિપક્ષ પાડોશી દેશની જેમ બોલી રહ્યું છે - પીએમ મોદી

News18 Gujarati
Updated: October 13, 2019, 5:44 PM IST
PM મોદીએ વિપક્ષને આપ્યો પડકાર, કહ્યું - કૉંગ્રેસ આર્ટિકલ 370 પાછી લાવવાનો વાયદો કરે
આર્ટિકલ 370 પર વિપક્ષ પાડોશી દેશની જેમ બોલી રહ્યું છે - પીએમ મોદી
News18 Gujarati
Updated: October 13, 2019, 5:44 PM IST
જલગાંવ : મહારાષ્ટ્રમાં (Maharashtra)21 ઑક્ટોબરે યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે જલગાંવમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ વિપક્ષી દળો ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)ને કહ્યું હતું કે થાકેલા સાથીઓ એકબીજા માટે સહારો તો બની શકે છે પણ મહારાષ્ટ્રના સપના અને અહીંના યુવાઓની આકાંક્ષાઓને પુરી કરવાનું માધ્યમ હોઈ શકે નહીં.



 

પીએમે આર્ટિકલ 370 (Article 370)ના મુદ્દે ફરી એક વખત વિપક્ષને આડે હાથે લીધા હતા અને પડકાર આપ્યો હતો કે તે પોતાના ઘોષણા પત્રમાં તેના રદ પ્રાવધાનોને બહાલ કરવાની જાહેરાત કરે. તેમણે કહ્યું હતું કે એવું લાગી રહ્યું છે કે આર્ટિકલ 370 પર વિપક્ષ પાડોશી દેશની જેમ બોલી રહ્યું છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતના હિતમાં કરેલા નિર્ણયોને કેટલીક પાર્ટીઓ અને નેતાઓ દ્વારા વિરોધ કરવો દૂર્ભાગ્યપૂર્ણ છે. મહારાષ્ટ્રના જલગાંવમાં પીએમ મોદીએ કહ્યું હતું કે 4 મહિના પહેલા ભારતે નવા ભારત માટે વોટ આપ્યો હતો. હવે દુનિયાને નવા ભારતનો નવો જોશ જોવા મળી રહ્યો છે.



જળ જીવન મિશન પર ખર્ચ કરવામાં આવશે 3.5 લાખ કરોડ
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અમારી સરકારે વધુ એક મોટા સંકલ્પને જમીન ઉપર ઉતારવાનું શરુ કરી દીધું છે. આ સંકલ્પ પાણીનો છે. મહારાષ્ટ્ર સહિત દરેક ઘરને જળથી જોડવાનો છે. આ સંકલ્પને પૂરો કરવા માટે જળ જીવન મિશન પર સાડા ત્રણ લાખ કરોડ રુપિયા ખર્ચ કરવામાં આવશે.

પીએમે કહ્યું હતું કે ફડણવીસને બીજી વખત મુખ્યમંત્રી બનાવવા માટે લોકોનું સમર્થન માંગવા મહારાષ્ટ્ર આવ્યો છું.

First published: October 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...