NDAની બેઠકમાં નરેન્દ્ર મોદી સંસદીય દળના નેતા જાહેર, અડવાણીને પગે લાગ્યા

News18 Gujarati
Updated: May 25, 2019, 7:31 PM IST
NDAની બેઠકમાં નરેન્દ્ર મોદી સંસદીય દળના નેતા જાહેર, અડવાણીને પગે લાગ્યા
આ દરમિયાન સેન્ટ્રલ હોલમાં મોદી-મોદીના નારા લાગ્યા

આ દરમિયાન સેન્ટ્રલ હોલમાં મોદી-મોદીના નારા લાગ્યા

  • Share this:
લોકસભા ચૂંટણીમાં મળેલી જીત પછી એનડીએના ચૂંટાયેલા સાંસદોએ શનિવારે ઔપચારિક રીતે નરેન્દ્ર મોદીને પોતાના નેતા તરીકે પસંદ કરી લીધા છે. નરેન્દ્ર મોદી સંસદીય દળના નેતા જાહેર થયા છે. એનડીએના સસંદીય દળના નેતા તરીકેનો પ્રસ્તાવ અકાલી દળના પ્રકાશ સિંહ બાદલે રાખ્યો હતો. જેનો બધાને સ્વિકાર કર્યો હતો. આ પહેલા ભાજપાના પાર્ટી પ્રમુખ અમિત શાહે બીજેપીના સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. રાજનાથ સિંહ અને નીતિન ગડકરીએ અમિત શાહના પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. આ દરમિયાન સેન્ટ્રલ હોલમાં મોદી-મોદીના નારા લાગ્યા હતા.

બીજેપી સંસદીય દળ અને એનડીએના નેતા પસંદ થયા પછી નરેન્દ્ર મોદીને ભાજપા પ્રમુખ અમિત શાહે ફુલનો ગુલદોસ્તો આપીને સ્વાગત કર્યું હતું. આ પછી બીજેપીના દિગગ્જ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને મંચ ઉપર હાજર રહેલા બધા એનડીએના નેતાઓએ પણ સ્વાગત કર્યું હતું. આ પછી નરેન્દ્ર મોદીએ અડવાણીના પગે લાગી આશીર્વાદ લીધા હતા.

આ પણ વાંચો - 2019ની ચૂંટણી મારા માટે એક પ્રકારથી તીર્થયાત્રા હતી : પીએમ મોદી

સેન્ટ્રલ હોલમાં NDAના સાંસદોની મળેલી બેઠકમાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી પણ ઉપસ્થિત છે. આ સિવાય NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પણ હાજર છે.

આ બેઠક બાદ નરેન્દ્ર મોદી ભાજપના સાથી પક્ષો સાથે પણ વાતચીત કરશે. જેડીયુના નીતિશ કુમાર, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, એલજેપીના રામવિલાસ પાસવાન સહિત એનડીએના તમામ નેતા બેઠકમાં ઉપસ્થિત છે.

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી 2019ના પરિણામો બાદ શુક્રવાર સાંજે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. તેની સાથે જ તમામ મંત્રીપરિષદ સભ્યોએ પણ રાષ્ટ્રપ‍િત રામનાથ કોવિંદને પોતાના રાજીનામા સોંપી દીધા છે. રાષ્ટ્રપતિએ રાજીનામું સ્વીકાર કરતાં તમામને નવી સરકારની રચના સુધી કામકાજ સંભાળવાનો આગ્રહ કર્યો હતો. જેને પીએમે સ્વીકાર કરી લીધો. હવે તેઓ શપથ લેવા સુધી કાર્યવાહક પીએમ તરીકે જવાબદારીઓ સંભાળશે.અત્યાર સુધી એનડીએને 351 સીટો

અત્યાર સુધીના પરિણામોમાં ભાજપની આગેવાનીવાળી એનડીએએ 353 સીટો પર ઐતિહાસિક જીત મેળવી છે. બીજી તરફ, કોંગ્રેસે 52 સીટો પર જીત નોંધાવી છે. સહયોગીઓને મેળવીને યૂપીએના ભાગમાં 92 સીટ આવી છે જ્યારે અન્ય પાર્ટીઓના ખાતામાં 97 સીટો આવી છે. ભાજપે ઉત્તર પ્રદેશમાં માયાવતી-અખિલેશ યાદવના મહાગઠબંધનને ફેલ કરી દીધું અને 80માંથી 62 સીટો જીતી લીધી. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની અમેઠી સીટ ઉપર ન જીતી શક્યા. સોનિયા ગાંધીને રાયબરેલીમાં જીત મળી.
First published: May 25, 2019
વધુ વાંચો
अगली ख़बर