મોદીએ રાષ્ટ્રપતિ સામે નવી સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો, 30 મે એ લઈ શકે છે શપથ

News18 Gujarati
Updated: May 25, 2019, 10:04 PM IST
મોદીએ રાષ્ટ્રપતિ સામે નવી સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો, 30 મે એ લઈ શકે છે શપથ
એનડીએના સસંદીય દળના નેતા બન્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદના સેન્ટ્રલ હોલમાં બીજેપીના સાંસદોને સંબોધિત કર્યા

એનડીએના સસંદીય દળના નેતા બન્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદના સેન્ટ્રલ હોલમાં બીજેપીના સાંસદોને સંબોધિત કર્યા

  • Share this:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત કરી હતી અને સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો હતો. રાષ્ટ્રપતિની એનડીએના પ્રતિનિધિમંડળે પણ મુલાકાત કરી હતી. નરેન્દ્ર મોદી 30 મે ના રોજ પ્રધાનમંત્રી પદના શપથ લે તેવી શક્યતા છે.

એનડીએના સસંદીય દળના નેતા બન્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદના સેન્ટ્રલ હોલમાં બીજેપી સાંસદોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે 2019ની ચૂંટણી મારા માટે એક તીર્થયાત્રા હતી. તેમણે કહ્યું હતું કે જનપ્રતિનિધિઓ માટે કોઈ પરાયા નથી હોતા, દિલોને જીતવાનો પ્રયત્ન કરો. વિશ્વાસની લહેર જ્યારે મજબૂત હોય છે ત્યારે પ્રો-ઇન્કમબન્સીની લહેર ચાલે છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે, વિનોબા ભાવે કહેતા હતા કે ચૂંટણી લોકોને અલગ પાડી દે છે, દિવાલ ઉભી કરી નાખે છે, જોકે 2019ની ચૂંટણીએ બધી દિવાલો તોડી નાખી હતી. મેં એકસમયે કહ્યું હતું કે મોદી જ મોદીનો ચેલેન્જર છે. આ વખતે મોદીએ મોદીને ચેલેન્જ કરી અને 2014ના બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા. સદનમાં મહિલાઓની સંખ્યોનો રેકોર્ડ પણ આ વખતે તૂટ્યો છે.

આ પણ વાંચો - NDAની બેઠકમાં નરેન્દ્ર મોદી સંસદીય દળના નેતા જાહેર, અડવાણીને પગે લાગ્યા

પીએમ મોદીએ કહ્યું હતું કે, મને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવા બદલ બીજેપી અને એનડીએના બધા સાંસદોને ધન્યવાદ આપું છું. સેન્ટ્રલ હોલની આ ઘટના અસામાન્ય છે. આપણે આજે નવા ભારતના આપણા સંકલ્પને એક નવી ઉર્જા સાથે આગળ વધારવાના છીએ. દેશની રાજનીતિમાં જે ફેરફાર આવ્યા છે, તમે બધાએ તેનુ નેતૃત્વ કર્યું છે. તમને બધાને અભિનંદન, જે સભ્યો પ્રથમ વખત ચૂંટાઇને આવ્યા છે તેમને વિશેષ અભિનંદન.
First published: May 25, 2019, 7:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading