Home /News /india /કોંગ્રેસ ગુજરાતમાં ચૂંટણી લડવાની હિંમત હારી ગઈ છે- મોદી

કોંગ્રેસ ગુજરાતમાં ચૂંટણી લડવાની હિંમત હારી ગઈ છે- મોદી

    નરેન્દ્ર મોદીએ પાલીતાણામાં સંબોધન શરૂ કરવાની સાથે જ કોંગ્રેસ પર પ્રહાર કરવાનું શરૂ કરી દીધા હતા. નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોંગ્રેસ ગુજરાતમાં ચૂંટણી લડવાની હિંમત હારી ગઈ છે. નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને આડા હાથે લેતા જુના દિવસો યાદ અપાવતા કહ્યું કે, ગુજરાતમાં કોઈ એવો દિવસ નહતો રહેતો કે, કોમવાદ ના થતું. તે ઉપરાંત તેમને જણાવ્યું કે, કોંગ્રેસના દિવસોમાં ભાવનગરમાં રથયાત્રા દરમિયાન બધા સલામત રહેશે કે, નહી હોય તેની ખબર રહેતી નહતી. મોદીએ કહ્યું કે, જ્યારથી ભાજપની સરકાર બની છે, ત્યારથી કોમી હુલ્લડો બંધ થઈ ગયા હતા.


    ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં એકતા અને શાંતિની સ્થાપતાન કરી છે. કોંગ્રેસને લઈને મોદીએ કહ્યું કે, કોંગ્રેસે દેશ પર 60 વર્ષ સુધી એકચક્રિય શાસન કર્યુ છે પરંતુ આટલા વર્ષ સુધીમાં કોંગ્રેસે શું આપ્યું તેનું હિસાબ કોંગ્રેસ આપે.


    કોંગ્રેસને હિસાબ માંગવાને લઈને નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અમે ઘોઘા ફેરી દોડાવી જે તમે પણ કરી શકતા હતા, કેમ કે, હું આવ્યો નહતો ત્યારથી જ દરિયો હતો. કોંગ્રેસને આડે હાથે લેતા મોદીએ કહ્યું કે, અમે 22 વર્ષમાં કોંગ્રેસની બધી જ ભષ્ટ્રાચાર કરવાની દુકાનો બંધ કરાવી દીધી હતી. જેના કારણે તેમને પરસેવો છૂટી ગયો હતો.


    અલગ શિપયાર્ડને ટેકનોલોજીથી અધતન બનાવવા માટે જાપાન આપણને મદદ કરવાનું છે, તેને લઈને આપણે જાપાન સાથે કરાર કરવામાં આવ્યા છે. જાપાન સાથેના આ કારારને લઈને અલંગમાં  ફેરફાર થશે અને તેના કારણે યુવાનોને રોજગારી મળશે.


    મોદીએ કોંગ્રેસને કહ્યું કે,  કોંગ્રેસને પહેલાથી જ ગુજરાત માટે નફરત છે અને તેમને વિકાસ સામે વાંધો અને તેમની નફરત તો એટલી બધી આગળ વધી છે કે, કોઈ ગુજરાતીના કપાળમાં પરસેવો આવે તો પણ તેમને ગંધ આવે છે, તમારા માટે અમારો પરસેવો ગંદી નાળી હશે અમારા માટે અમારા ગરીબના લોકોના માથામાં ચમકેલો પરસેવો સોના જેવો દેખાય છે, મોદીએ કહ્યું કે, અમે વિકાસના વરેલા લોકો છીએ અને વિકાસ દ્વારા જ અમે ગુજરાતનું ચિત્ર બદલી નાંખીશું.


    નર્મદાની કેનાલને લઈને કોગ્રેસ દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નને લઈને  શંત્રુજ્ય ડેમને લઈને પણ કોગ્રસના નેતાઓને મોદીએ પૂછ્યું કે, પહેલા તમે તે જવાબ આપો કે, આજ સુધી ક્યારેય આ ડેમના પાણીને બહાર લઈ જવાનું વિચાર્યું હતું. અમે ખેડૂતોની સિંચાઈ માટેની 90થી વધારે યોજનાઓ શરૂ કરી છે.

    First published:

    Tags: Assembly election 2017, Gujarat Election 2017, Live, Narendr Modi, Palitana

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો